• પોલીસ દ્વારા ઘોડાની બારોબાર અંતિમવિધિ કરાવી દઇ પોલીસ મથકમાં નોંધ કરાવાઇ


 જામનગર તા ૬, જામનગર ના પોલીસ હેડકવાર્ટરમાં માઉન્ટેડ વિભાગમાં મયુર નામક એક ઘોડો કે જે દાયકાથી પોલીસ સેવામાં જોડાયો હતો. જે બીમાર પડ્યા પછી તેનું મૃત્યુ નીપજયું છે. પોલીસ તંત્ર દ્વારા ઘોડાની બારોબાર અંતિમવિધિ કરી દેવામાં આવી છે.

 જામનગરના પોલીસ હેડકવાર્ટરમાં માઉન્ટેડ વિભાગ આવેલો છે જેમાં ઊંટ- ઘોડા સહિતના પ્રાણીઓને રાખવામાં આવ્યા છે, અને પોલીસ સેવામાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. જે પૈકીનો મયુર નામક એક ઘોડો કે જે એકાદ દાયકાથી પોલીસ વિભાગમાં જોડાયેલો છે. અને હાલ વૃદ્ધાવસ્થાના કારણે તેને સેવા નિવૃત તરીકે રખાયો હતો.

 દરમિયાન મયુર ઘોડો બીમાર પડયો હતો, અને તેનું ગઈકાલે મૃત્યુ નિપજયું છે. આ અંગેની સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણવાજોગ એન્ટ્રી કર્યા પછી માઉન્ટેડ વિભાગના પોલીસ સ્ટાફ દ્વારા ઘોડાની બારોબાર અંતિમવિધિ કરી દેવામાં આવી છે.