જામનગર તા. ૯ ,  હાલની કોરોના મહામારી  માંથી સાજા થયેલ  દર્દીઓમાં ફૂગ ઇન્ફેક્શન ( મ્યુકોર માઈકોસિસ ) નું સંક્રમણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે.   જેની સમયસર નિદાન અને સારવાર ના થાય, તો તે પ્રાણઘાતક બની શકે છે. આ રોગ માં  મુખ્યત્વે ત્રણ જાતના લક્ષણો જોવા મળે છે, જેમાં આંખ, નાક ( સાઈનસ) અને મોઢા માં (દાંત અને પેઢા) ને લગતા લક્ષણો જોવા મળે છે . ગવર્મેન્ટ ડેન્ટલ  કોલેજ અને હોસ્પિટલ જામનગર, ખાતે આવા દર્દીઓની વહેલી તકે પ્રાથમિક નિદાન અને સારવાર થાય તે માટે નું એક સેન્ટર  તા. ૧૦/ ૫ / ૨૧ થી  તાત્કાલિક ધોરણે ચાલુ કરવાનું જાહેર જનતાના હીતમાં નક્કી કરાયું છે, મેન્ટલ હોસ્પિટલ બિલ્ડીંગ ,વિકાસ ગૃહ રોડ, જામનગર માં સવાર ૯ થી બપોરે ૨ સુધી નિદાન અને સારવાર કરવા માં આવશે.


 ઉપરોક્ત  લક્ષણો ધરાવતા કોરોના ની બીમારીથી સાજા થયેલા તમામ  દર્દીઓએ આ સેન્ટર નો લાભ લેવા જણાવાયું છે.