જામનગર મોર્નિંગ - ભાણવડ તા.૦૩ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના પૂર્વ બાજુના ગ્રામીણ પંથકના ગામો માનપર, સેઢાખાઈ અને કબરકા સહિતના અનેક ગામોમાં ગઈકાલે બપોર પછી અચાનક વાતવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી પડેલા વરસાદથી ખેડૂતો ચિંતાતુર છે અનેક લોકોને પોતાના ખેતરોમાં ખુલ્લામાં સુકો ઘાસ ચારો, તે સિવાય હાલમાં ઉનાળુ મગ અને તલના વાવેતર હોય જે થોડા સમયમાં પાકવા પર હોય ત્યારે હાલમાં થયેલ વરસાદથી તેમાં નુકશાન જવાની પુરતી દહેશત વર્તાઈ રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, હમણાં ગયા સપ્તાહમાં જ જામજોધપુર,લાલપુર સહિતના અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે હાલમાં હજુ ઉનાળાના દિવસો પણ બાકી છે ત્યારે હાલમાં થયેલા વરસાદથી લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે.