• પોલીસે ૨૧૬ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો અને કાર સહિતની માલમતા કબજે કરી: ચાલકની શોધખોળ.

જામનગર ૫, જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ફલ્લા તરફ જવાના માર્ગે એક દારૂ ભરેલી કાર રેઢી પડેલી મળી આવી હતી. જેમાંથી પોલીસે ૨૧૬ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો માતબર જથ્થો કબ્જે કર્યો છે. જે કારની નંબર પ્લેટ અને ચેસીસ નંબર ના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ થી ફલ્લા તરફ જવાના માર્ગે ઊંડ નદીની કેનાલ ની બાજુમાં એક કાર રેઢી પડેલી છે, તેવી માહિતીના આધારે ધ્રોલ પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ કારની તલાસી લેતાં અંદરથી જુદી-જુદી બ્રાન્ડની ૨૧૬ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીઓનો માતબર જથ્થો મળી આવ્યો હતો.

 પોલીસે રેઢી પડેલી કાર અને દારૂ સહિત રૂપિયા ૩ લાખ ૩૬ હજારની માલમતા બિનવારસુ મિલકત તરીકે કબજે કરી લીધી હતી, અને કાર ના નંબર જીજે -૧ એચ.ક્યુ.૩૬૮૨ તેમજ ચેસીસ નંબર ના આધારે તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે. અને ધ્રોલ પોલીસ પોલીસ મથક અજાણ્યા શખ્સો સામે દારૃબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.