જામનગર તા ૯, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવાનને પોતાના ઊલટીઓ થતાં બેશુદ્ધ બની ગયા પછી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબનગર નજીક વૃંદાવન ધામ-૨ સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ દિલીપભાઈ નકુમ નામના ૨૭ વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર બીમારીના કારણે ઊલટીઓ થવા લાગી હતી. આથી તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજયું હતું.

 આ બનાવ અંગે મૃતકના પિતા દિલીપભાઈ ભાણજીભાઈ નકુમે પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને મૃતકના લોહીના નમૂનાઓ એકત્ર કરીને પૃથકકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.