• બહુમતિ હોય એને કામ કરવા દયો એક માત્ર ભાજપ થી જ સાસન ચાલે એવું ન હોય બીજા પણ ચલાવી શકે : મહિલા સદસ્ય જીજ્ઞાબેન ના પતિ હિતેશભાઈ જોશી

જામનગર મોર્નિંગ - ભાણવડ તા.07 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં તંત્ર દ્વારા સતત મુદત પાડીને ચૂંટણી મુલતવી રાખવાની પેરવી સામે પાલિકા સદસ્યોના કલેકટર ચેમ્બર સામે ધરણા કરીને વિરોધ નોંધાવ્યો હતો.


ભાણવડ નગરપાલિકાની પ્રમુખ - ઉપપ્રમુખ માટેની બીજી ટર્મ માટે યોજાયેલ ચૂંટણીમાં કારોબારી ચેરમેન સામે વાંધો ઉઠાવીને સતાધારી ભાજપના સભ્યોએ બળવો કરી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. જેના અનુસંધાને ભાજપના જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ ફરીથી ભાણવડ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવા માટે કોંગ્રેસે ચોગઠા ગોઠવ્યા હતા. જેમાં વહીવટી તંત્ર દ્વારા કોઈપણ કારણોસર ત્રણેક વખત તારીખો પાડી દેવામાં આવતા હાલના બહુમતી ધરાવતા સભ્યોએ વહીવટી તંત્રને એક પત્ર લખી જણાવ્યું હતું કે લોકશાહીમાં બહુમતી હોય એને સત્તા ચલાવવા દયો દેશમાં માત્ર ભાજપ જ સત્તા ચલાવી શકે એવુ ના હોય.


ભાણવડ નગરપાલિકાના ઇમરાન ગઢકાઇ, ઉમરભાઈ સમા, અને મહિલા સદસ્ય જીજ્ઞાબેન ના પતિ હિતેશભાઈ જોશી સહિતના સભ્યોએ સામાજિક અંતર જાળવી કોરોનાની ગાઈડલાઈનું પાલન કરી દેવભૂમિ જિલ્લા કલેક્ટરની ચેમ્બર સામે જ લોબીમાં ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ ઉપરાંત ભૂતપૂર્વ પ્રમુખ ભાનુબેન રાજાણી દ્વારા માટી ચોરી કરતા હોવાના આક્ષેપ ઉપરાંત તેમના પતિ અને પુત્રો દ્વારા ઓફિસમાં આવી વહીવટી ચલાવતા હોવાના ગંભીર આક્ષેપ સાથે એક લેખિતમાં પત્ર પાઠવવામાં આવતા જીલ્લામાં ભારે રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.