જામનગર તા ૫, જામનગર નજીક મોટીખાવડી સ્થિત રિલાયન્સ કંપનીમાંથી ઓક્સિજન ના ટેન્કરો સાથે ની ટ્રેનો જુદા જુદા રાજ્યોમાં મોકલવા માટે રેલવે વિભાગની મદદ લેવામાં આવી રહી છે, અને અગાઉ જુદી-જુદી ત્રણ ટ્રેનો મારફતે ઓક્સિજન ના ટેન્કરોને મહારાષ્ટ્ર તેમજ દિલ્હી વગેરે સ્થળે મોકલવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વહેલી સવારે પાંચ ટેન્કરો સાથેની વધુ એક ટ્રેન ને રવાના કરી દેવાઈ છે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી ૧૦૩.૬૪ ઓક્સિજન જથ્થો જુદા જુદા પાંચ ટેન્કરોમાં ભરી ને હાપા રેલવે સ્ટેશન પર માલવાહક ટ્રેનમાં ટેન્કર અને ગોઠવી દેવાયા હતા, અને વહેલી સવારે ચાર વાગ્યાને ૪૫ મિનિટે ટ્રેનને દિલ્હી જવા માટે રવાના કરવામાં આવી છે.