જામનગર તા ૫, જામનગરના ટાઉનહોલ પાસે થી જાહેરમાં ચલણી નોટોના નંબર પર જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે પકડી પાડયા છે, અને રોકડ રકમ કબજે કરી છે.

 જામનગરમાં ટાઉનહોલ પાસેથી જાહેરમાં ચલણી નોટો ના નંબર પર હારજીતનો જુગાર રમી રહેલા દિલીપ શ્રી ચંદુભાઈ નાગદેવ, દિનેશ નારણભાઈ તખ્તાણી, ભરત માધુભાઈ ગોરી અને નલિન વિઠ્ઠલદાસ જોશી વગેરે ચાર શખ્સોની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૧,૭૫૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.