• ભાગ માંગ્યા પછી પિતરાઈ ભાઈ-ભાભી અને તેનામોટા ભાઈ તથા તેની માતાને માર માર્યાની ફરિયાદ

જામનગર તા ૭, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામમાં બે કુટુંબો વચ્ચે જમીન ના ભાગ પાડવાના પ્રશ્ને ડખ્ખો સર્જાયો હતો, અને એક ભાઈએ પોતાના પિતરાઈ ભાઈ ભાભી ઉપરાંત તેના મોટાભાઈ અને માતા વગેરે પર હુમલો કરી દીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

 આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ચાંદગઢ ગામમાં રહેતા હાજી ભાઈ રાણાભાઈ રાઉમા નામના ૨૭ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાની પત્ની અને માતા તેમજ મોટાભાઈ વગેરે ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના પિતરાઈ ભાઈ રમજાન મામદભાઇ રાઉમાં સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને આરોપીની મકાનની બાજુમાં જગ્યા આવેલી છે. તે જગ્યાના ભાગના પ્રશ્ને બંને કુટુંબો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.

 જેના અનુસંધાને હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. લાલપુર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.