જામનગર તા ૮, જામનગર ને ગ્રેઇન માર્કેટ ના વેપારીઓ માટે ની સ્વૈચ્છિક લોકડાઉન માટેની જાહેરાત કરવામાં આવી હતી, જેની આવતીકાલે રવિવારે પૂર્ણ થતી હોવાથી ધી સિઁડ્ઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ વેપારી એસોસિયેશનના પ્રમુખ અને મંત્રી દ્વારા સર્વાનુમતે લેવાયેલા નિર્ણયના આધારે સ્વેચ્છિક લોક ડાઉન વધુ એક સપ્તાહ માટે લંબાવાયું છે, અને તારીખ ૧૦ થી ૧૪ દરમિયાન સવારે ૮ થી ૨ અને શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

 જામનગર ની વેપારી સંસ્થા ધી શીડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો.ના પ્રમુખ શ્રી જીતુભાઈ લાલ તથા મંત્રી લહેરીભાઈ દ્વારા સમગ્ર ગ્રેઈન માર્કેટ વિસ્તારનાં વેપારીઓ માટેની સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત કરાઇ હતી. જેની મુદત આવતીકાલે રવિવારે પૂર્ણ થતી હોવાથી તારીખ ૧૦.૫.૨૦૨૧ ને સોમવાર થી શુક્રવાર તારીખ ૧૪.૫. ૨૦૨૧ દરમિયાન સવારે ૮ થી ૨ વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત શનિવાર અને રવિવાર ના દિવસો દરમિયાન તમામ વેપાર ધંધા સંપૂર્ણપણે બંધ રાખવાનો પણ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.