સીટી બી ડી સ્ટાફ દ્વારા કાર્યવાહી: દમણ સહિત અન્ય ચાર શખ્સ સામે કાર્યવાહી: ટ્રક સહિત 37.63 લાખનો મુદામાલ કબ્જે 

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરના ગુલાબનગર જુના જકાતનાકા પાસેથી સીટી બી ડિવિઝન ડીસ્ટાફ દ્વારા બાતમીના આધારે એક ટ્રકને રોકાવી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની 1500 નંગ બોટલ સહિત 37.63 લાખનો મુદામાલ સાથે બે શખ્સને ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો દમણ થી મંગાવેલ હોય દમણ સહિત અન્ય ચાર શખ્સોના નામ ખુલતા તમામ વિરુધ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


મળતી વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર જૂના જકાતનાકા પાસેથી જીજે 10 ટીવી 8030 નંબરના ટ્રકને સીટી બી ડિવિઝનના કિશોરભાઈ પરમાર, શોભરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા અને ફૈઝલભાઈ ચાવડાએ બાતમીના આધારે રોકાવી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની 1500 નંગ બોટલ કિંમત રૂ. 7,50,000 તેમજ ટ્રક કિંમત રૂ. 10,00,000 અને પ્લાસ્ટિકની કોથળીઓ ભરેલ બાચકા કિંમત રૂ. 20,09,375 તેમજ મોબાઈલ નંગ 2 કિંમત રૂ. 4000 કુલ મળી 37,63,375નો મુદામાલ સાથે ધર્મેશ ઉર્ફે ધમો દિલીપ ગોહિલ અને ઇમરાન ઇકબાલ શેખને ઝડપી પૂછપરછ હાથ ધરતા ફૈઝલ અબ્દુલભાઈ આમરોણીયા (રહે. ગુલાબનગર)એ મામા નામનો દમણ વાળા શખ્સ પાસેથી ભરાવી આપેલ હોય અને ખંભાળિયા વાળો દીગુભા જાડેજા, રમીઝ મામદ ગોરી (રહે. વાઘેરવાડો) અને સબલો ગજીયા (રહે. વાઘેરવાડો, આશાપુરા મંદિર, જામનગર) નામના શખ્સે મંગાવેલ હોય તમામ શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 
       


આ કાર્યવાહી પીઆઈ કે.જે. ભોયે, પીએસઆઈ વાય.બી. રાણા, એ.એસ.આઈ. બશીરભાઈ મુંદ્રાક, શોભરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, રવીન્દ્રસિંહ જાડેજા, ફૈઝલભાઈ ચાવડા, જગદીશભાઈ મકવાણા, શિવભદ્રસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.