જામનગર મોર્નિંગ - જામનગર તા.31 : જામનગર જીલ્લામાં રાત્રી ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તથા અન્ડીકેટર ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી દીપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી નીતેશ પાંડેયની સુચના અને પોલીસ ઇન્સપેકટરશ્રી કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ આજરોજ સીટી બી ડીવી પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઇન્સ . વાય.બી.રાણા તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો દ્રારા આજથી એક માસ પહેલા વાલ્લેશ્વરીનગરીમાં આવેલ એક બંધ મકાનમાં થયેલ સોના તથા ચાંદીના દાગીનાની મળી કુલ કિ.રૂ .૧,૬૮,૦૦૦ / - ની ચોરી થયેલનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હો શોધી કાઢવા અત્રેના પો.સ્ટે . ના સર્વેલન્સના માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેજ મેળવેલ તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કુટેજ મેળવેલ જે બંન્ને સી.સી.ટી.વી. ફુટેજની મદદથી સર્વેલન્સ ટીમ દ્વારા ચોરીના સમયયાળા દરમ્યાન રમેશ ઉર્ફે રમલો સાઓ સેફાભાઈ કાબાભાઈ પરમાર રહે . જામનગર વાળો બનાવ બનેલ વાળી જગ્યાની આસપાસ અવારનવાર દેખાતા મજકુરની તપાસમાં હતા અને સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ . શોભરાજસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ . ફૈઝલભાઈ ચાવડા તથા કિશોરભાઈ પરમાર ને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે રમેશ ઉર્ફે રમલો સાઓ સેફાભાઈ કાબાભાઈ પરમાર રહે . જામનગર વાળો હાલ વિકાસ રોડ પર સોના તથા ચાંદીના દાગીના સસ્તામાં વેચવા માટે પ્રયત્ન કરે છે તે હકીકત આધારે વિકાસ રોડ પરથી આરોપી રમેશ ઉર્ફે રમલો સ / ઓ સેફાભાઈ કાબાભાઈ પરમાર જાતે દેવીપુજક વેડવા ઉવ .૩૦ ધંધો મજુરી રહે.સાત રસ્તા , પ્રદર્શન ગ્રાઉન્ડ , ઝુપડપટ્ટી , જામનગર વાળાને પકડી પાડેલ અને મજકુર પાસે ચોરીમાં ગયેલ સોના ચાંદીના તેમજ ઇમીટેશન જવેલરી મળી કુલ કિ.રૂ. ૨,૧૬,૬૦૦ / - ની કિંમતના દાગીના રીકવર કરી કન્જ કરવામાં આવેલ છે અને અનડીટેકટ ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે . આ કામગીરી પોલીસ ઈન્સ.શ્રી કે.જે.ભોયે , પો.સબ.ઇન્સ વાય.બી.રાણા તથા ટીમ દ્વારા કરવામાં આવેલ.