• દેવભૂમિ દ્વારકા જીલ્લો ગુન્હાખોરીમા બે ડગ આગળ વધતો જાય છે. હત્યાંઓનો સિલસિલો, ખનીજ ચોરી અને હવે દારૂનો વિશાળ ટ્રક ઝડપાયો.
  • મેકડોવેલ્સ નં .૧ કુલ - બોટલ નંગ -૪૪૬૩ કિ.રૂા .૧૭,૮૫,૨૦૦ / - તથા બ્લે સ્ટોક રિઝર્વ વ્હીસ્કી કુલ બોટલ નંગ -૨૭૬ કિ.રૂ .૧૧,૯૦,૪૦૦ / - તથા ટ્રક ની કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / - તથા જગ્યાએ મળી આવેલ મો.સા. GJ - 1 - CD4089 કિ.રૂા .૨૦,૦૦૦ / - મળી કુલ મુદામાલ કિ.રૂ .૩૯૯૫૬૦૦ - નો મળી આવેલ.


જામનગર મોર્નિંગ - કલ્યાણપુર તા.12 : દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોષી દ્વારા પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા દેવભૂમિ દ્વારકાં જિલલામાં રાખવામાં આવેલ પ્રોહી / જુગાર ડ્રાઇવ અન્વયે એફ.બી.ગગનીયા પો.સબ ઇન્સ . કલ્યાણપુર પો.સ્ટે.ના સ્ટાફના માણસો દારૂ જુગારની અસામાજીક પ્રવૃતી ઉપર અંકુશ મેળવવા અસરકારક પેટ્રોલીંગમાં હોય દરમ્યાન એ.બી.ગોઢાણીયા પો.સબ ઇન્સ . રાવલ આપો.નાઓને તથા એફ.બી.ગગનીયા પો.સબ ઇન્સ.કલ્યાણપુર પો.સ્ટે.નાઓને મળેલ હકીક્ત આધારે રાવલ ગામથી ગોરાણા ગામ તરફ જતા રસ્તે રાવલ ગામની સિમમાં સતી તળાવની બાજુમાં આરોપી રણજીતભાઇ વજશીભાઇ મોઢવાડીયાએ પોતાના ખેતરમાં ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવી ખેતરમાં સંગ્રહ કરતા હોય જેથી હિરેન્દ્ર ચૌધરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા એફ.બી.ગગનીયા પો.સબ ઇન્સ.શ્રી કલ્યાણપુર પો.સ્ટે.નાઓ તથા પી.ડી.વાંદા પો.સબ ઇન્સ.શ્રી તથા કલ્યાણપુર સ્ટાફ દ્રારા હકીક્ત વાળી જગ્યાએ પ્રોહીબીશન અંગે રેઇડ કરતા આરોપી રણજીતભાઇ વજશીભાઇ મોઢવાડીયાના ખેતરમાં ટ્રક કન્ટેનર નં . MH - 0HY - 9502 નો મળી આવેલ જેના કન્ટેરના ભાગે ઇગ્લીંશ દારુનો જથ્થો મળી આવેલ જેમાં મેકડોવેલ્સ નં .૧ કુલ - બોટલ નંગ -૪૪૬૩ કિ.રૂા .૧૭,૮૫,૨૦૦ / - તથા બ્લે સ્ટોક રિઝર્વ વ્હીસ્કી કુલ બોટલ નંગ -૨૭૬ કિ.રૂ .૧૧,૯૦,૪૦૦ / - તથા ટ્રક ની કિ.રૂ .૧૦,૦૦,૦૦૦ / - તથા જગ્યાએ મળી આવેલ મો.સા. GJ - 1 - CD4089 કિ.રૂા .૨૦,૦૦૦ / - મળી કુલ મુદામાલ કિ.રૂ .૩૯૯૫૬૦૦ -નોમળી આવેલ અને કલ્યાણપુર પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ફરાર આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે . આ કાર્યવાહીમાં હિરેન્દ્ર ચૌધરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી ખંભાળીયા વિભાગનાઓ તથા એફ.બી.ગગનીયા પો.સબ ઇન્સ.કલ્યાણપુર પો.સ્ટે . તથા એ.બી.ગોઢાણીયા પો.સબ ઇન્સ . રાવલ આઉટ પોલીસ ચોકી તથા પી.ડી.વાંદા પો.સબ ઇન્સ ભાટીયા આઉટ પોલીસ ચોકી નાઓ જોડાયા હતા.