• પહેલી વખત સામુહિક નોટિસથી હાહાકાર !

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.03 : દેવભૂમિ દ્વારકા જીલ્લાની ખંભાળીયા નગર પાલિકામાં વર્તમાન બોડી દ્વારા શહેરમાં સ્વચ્છતા તથા ગંદકી ના નિકાલ માટે ખૂબ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં કેટલાક વોર્ડમાં સફાઈ કામદારો ગુટલી મારી ને કામમાં બેદરકાર રહેતા હોય આ બાબતે ખંભાળીયા પાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા તથા કારોબારી ચેરમેન શ્રીમતી હીનાબેન આચાર્ય તથા પાલિકા ચીફ ઓફિસર અતુલ સિન્હા તથા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રમેશભાઈ વાઘેલાને પગલાં લેવા જણાવતા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રમેશભાઈ વાઘેલા એ એક સાથે 26 સફાઈ કર્મી ઓને નોટિસ મારીને 3 દિવસ થી સતત ગેરહાજર હોય તેમના સામે કાર્યવાહી કરવા તથા ખુલાસા માંગતા બેદરકાર સફાઈ કર્મીઓમાં ભારે હાહાકારની લાગણી ફેલાઇ છે.

        સતત ગેરહાજર રહેતા કામદારોને હંગામી ધોરણે છૂટા કરવા કાર્યવાહી કરવા માટે પણ વિચારણા હાથ ધરવામાં આવી રહી છે.