• એક જેસીબી તથા બે ટ્રક તથા 3000 મેટ્રિક ટન બોક્સાઇડનાં જથ્થાની કિંમત મળી કુલ 29,90000/- મુદ્દામાલ સીઝ કરાયો.


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.06 : દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુર તાલુકા વિસ્તારમાં બોકસાઇડ ખનીજના ખનન માફીયો દ્વારા રાત્રીના અનઅધિકૃત બોકસાઇડ ચોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના કરતા એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી એસ.વી.ગળચર ના સ્ટાફના માણસોની બે ટીમો સાથે કલ્યાણપુર તાલુકા વિસ્તારમાં મોડી રાત્રીના પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન એલ.સી.બી.ના પો.સ.ઇ.શ્રી એસ.વી.ગળચરને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે , મોડી રાત્રીના કલ્યાણપુરના મેવાસા ગામે ઓરીએન્ટ એમ્બેસીવ કંપની કોઠારીયા માઇન્સ મેવાસા ગામના સર્વે નંબર -૩૩૦ ની લીઝમાંથી બોક્સાઇટનો જથ્થો પડેલ જે એક જે.સી.બી. વાહન તથા બે ટ્રકો મારફતે ગેરકાયદેસર રીતે કંપનીની લીઝમાંથી દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામના સ્ટોક યાર્ડમાં કોઇપણ રોયલ્ટી પાસ કે ખનીજ વિભાગની મંજુરી વગર હેરફેર કરે છે . આવી હકીકત મળતા એલ.સી.બી , ની ટીમો દ્વારા મોડી રાત્રીના સર્ચ ઓપરેશન હાથ ધરી મેવાસા ગામની કોઠારીયા સીમમાં કંપની વિસ્તારમાંથી ટ્રક નં . GJ - 37-1-9324 માં બોક્સાઇટનો જથ્થો ભરેલ ટ્રક રોકાવી . ચાલક કાનજીભાઇ પરબતભાઇ ખાણધર ઉ.વ .૨૪ રહે.જામગઢકા ગામ તા.કલ્યાણપુર વાળા પાસે રોયલ્ટી પાસ કે પરવાનગી ન હોય . જેથી બોકસાઇડ ભરેલ સ્થળે આવતા બીજો ખાલી ટ્રક નં . GJ - 10 - x - 8800 અને જે.સી.બી. મશીન રજી . નં . GJ - 10 - x - 5300 વાહનો પડેલ . તપાસ કરતા ટ્રક માલીક હાર્દીકભાઇ ભીમશીભાઇ ગાધેરના કહેવા મુજબ જે.સી.બી. મારફતે ગેરકાયદેસર બોકસાઇડ ભરી રાણ ગામની સીમમાં દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝના સ્ટોકયાર્ડમાં ફેરો કરેલ . જેથી તાત્કાલીક ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝરશ્રી એચ.જી પ્રજાપતિ તથા સર્વેયર આર.બી.ગરસાણીયાની ટીમ બોલાવી . સ્થળ તપાસણી કરાવતા અંદાજિત ૩૦૦૦ મેટ્રીક ટન આશરે કિ.રૂ. ૩૫,૦૦,૦૦૦ / - બોકસાઇડના જથ્થાને સીઝ કરેલ છે . ગેરકાયદે સર બોકસાઇડના જથ્થામાં પરીવહન માટે ઉપયોગ વાહનો : ( ૧ ) ટાટા કંપનીનો ૩૧૧૮ મોડલનો ટ્રક નં . GJ - 37-1-9324 વાહન ( બાર વ્હીલવાળો ) કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦ / તથા સદરહું ટ્રકમાં ૧૮.૦૦ મેટ્રીક ટન ગે.કા. બોકસાઇડ જથ્થો ભરેલ કિ.રૂ. ૯૦,૦૦૦ / ( ર ) ટાટા કંપનીનો ર ૫૧૫ મોડલનો ટ્રક નં . GJ - 10 - x - 8800 વાહન ( દશ વ્હીલવાળો ) કિ.રૂ. ૫,૦૦,૦૦૦ / ( ૩ ) JCB 3Dx જેના રજી.નંબર જે.જે .૧૦ - એક્સ -૫૩૦૦ કી.રૂા .૧૪,૦૦,૦૦૦/-

 આ કાર્યવાહી એલ.સી.બી પી.આઈ. શ્રી જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ શ્રી એસ.વી.ગળચર , પી.સી . શીંગરખીયા સહીતની ટીમ દ્વારા કરવામાં આવેલ.