જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.11 : દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી સુનીલ જોષી સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી નિલમ ગૌસ્વામીની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા સુચના આપેલ તેમજ હાલમાં એન.ડી.પી.એસ.ની ડ્રાઇવ ચાલતી હોય જે અન્વયે એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એમ.ચાવડા , પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી એ.ડી.પરમારને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હોય , જે અનુસંધાને નાર્કોટીક્સના સફળ કેસો કરવા એસ.ઓ.જી.સ્ટાફના પોલીસ કર્મચારીઓ પ્રયત્નસલ હોય દરમ્યાન એ.એસ.આઇ. મહંમદભાઇ યુસુફભાઇ બ્લોચને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ હકીકત મળેલ કે બેરાજા ( બારાડી ) ગામની પદવારી સીમમાં રહેતા પુંજાભાઇ કારૂભાઇ કરમુર પોતાના રહેણાંક મકાને માદક પદાર્થ ગોજો રાખી છુટક વેચાણ કરે છે અને હાલમાં ગાંજાનો મોટો જથ્થો તેના રહેણાંક મકાને વેચાણ અર્થે રાખેલ છે જેથી બાતમી અન્વયે પો.ઇન્સ.શ્રી જે.એમ.ચાવડા તથા પો.સબ ઇન્સ . એ.ડી.પરમારએ નાર્કોટીક્સની રેઇડનું આયોજન કરી એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે મળેલ હકિકત આધારે કાર્યવાહી કરતા મજકુર ઈસમ પુંજાભાઈ કારૂભાઇ માલદેભાઈ કરમુર ઉ.વ. ૪૦ ધંધો ખેતી રહે . બેરાજા ( બારાડી ) ગામ , પ ૬ વાડી વિસ્તાર તા . ખંભાળીયા વાળાના કન્જા ભોગવટાના રહેણાંક મકાનના ફળીયામાંથી ગેર કાયદેસર માદક પદાર્થ ગોજો ૪ કિલ્લો ૭ ગ્રામ કિં.રૂ. ૪૦૦૭0 / - તથા મોબાઈલ ફોન નંગ -01 ર્કિં.રૂ .1000 / - તથા માદક પદાર્થો ગાંજાને ભરવા માટે ઉપયોગમાં લીધેલ ધાતુનો ડબ્બો તથા બાયકુ મળી કુલ રૂપીયા ૪૧૦૭૦ / -ના મુદામાલ સાથે મજકુર ઇસમને પકડી પાડી આરોપી વિરૂધ્ધ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. કલમ ૪ ( સી ) , ૨૦ ( બી ) તથા ૨૯ મુજબનો ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . ઉપરોક્ત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.એમ.ચાવડા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એ.ડી.પરમાર સહીત સ્ટાફના માણસો જોડાયા હતા.
0 Comments
Post a Comment