જામનગર મોર્નિંગ - ભાણવડ,તા.08 : ભાણવડ નગરપાલિકામાં સત્તાની ધુરા ચલાવવા માટે થઈને ઘણા લાંબા સમયથી ખેંચતાણ ચાલતી હતી.ભાજપના 8 સભ્યો કોંગ્રેસમાં ભળીને સત્તા મેળવવાનું કારસ્તાન કર્યા છતાં આખરે નગરપાલિકા સુપરસીડ થઈને વહીવટદાર શાસન લાગ્યું અને વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ખંભાળીયાની નિમણુંક થઇ.

ભાણવડનો મુખ્ય બાયપાસ રોડ, જુના સિનેમા રોડ, અનેક વિસ્તારોમાં શેરી રોડ, સ્ટ્રીટ લાઈટ જેવા પડતર પ્રશ્નો હતા. નગરપાલિકાની કામગીરીથી લોકો રીતસરના લોકો ત્રાસી ગયા હતા. નગરપાલિકા પાસે 10-11 કરોડ જેવી માતબર રકમની ગ્રાન્ટ હોવા છતાં પણ રાજકીય કાવાદાવાથી વિકાસના કામ થઇ શકતા નહી. હાલમાં વહીવટદાર શાસન લાગતા ભાણવડ નગરપાલિકાની સત્તા પ્રાંત ખંભાળીયા અને ચીફ ઓફિસર ભાણવડ પાસે આવી જતા લાંબા સમયથી અટકેલ વિકાસના કામો હવે ગતિ પકડશે તેવી ભાણવડવાસીઓની લાગણી અને માંગણી છે.