શહેર-જિલ્લામાંથી અન્ય દશ દરોડામાં 57 શખ્સ ઝડપાયા 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણ મહિનામાં જુગારની મહેફીલ જામતા શહેર-જિલ્લા પોલીસ દ્વારા નવાગામ ઘેડમાં ચાલતા જુગારધામ સહિત 11 જગ્યાએ દરોડા કરી મહિલાઓ સહિત 72 જુગારીઓને રૂ. 3,27,690ના મુદામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સ વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ જામનગરમાં નવાગામઘેડ વિસ્તારમાં માડમ ફળીમાં રહેતા જયભાઇ ઘેલુભાઇ માડમ નામનો સખ્સ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની સીટી બી ડીવીજન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડી આરોપી ધીરૂભાઇ બચુભાઇ જાદવ રહે. રાજમોતી ટાઉનશીપ, શેરી નં.1, મકાન નં. 13/4, મોહનનગરનો ઢાળીયો, જામનગર, હસમુખભાઇ ઉર્ફે રમેશભાઇ કાનજીભાઇ ખેતાણી રહે. બેડમીન્ટન હાઉસ, કેતન સોસાયટી, જોગર્સ પાર્ક પાસે, ડો. જયરાજની બાજુમાં, જામનગર, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો જશુભા રાઠોડ રહે. રાંદલનગર, બાપા સીતારામની મઢુલી પાસે, જામનગર, ઇકબાલ દાઉદભાઇ સુરીયા રહે. કાલાવાડ નાકા બહાર, શાહ પેટ્રોલપંપ પાછળ, નેશનલ પાર્ક શેરી નં.5, જામનગર તથા નવીનભાઇ વેણીલાલ ધ્રુવ રહે. પટેલ કોલોની શેરી નં.4, શ્રીજી એપાર્ટમેન્ટ, ફલેટ નં.101, જામનગર, હરેશભાઇ જયસુખભાઇ ત્રિવેદી રહે. મોટી ભલસાણ ગામ, જૈન દેરાસરની બાજુમાં, તા.જી. જામનગર, જયેન્દ્રસિંહ ઉર્ફે હકુભા મહિપતસિંહ પરમાર અને કાંતાબેન ચંદ્રકાંતભાઇ પ્રેમશંકરભાઇ ઓઝા, બુધીબેન કરશનભાઇ ભોજાભાઇ મારીયા રહે. શંકરટેકરી નવી નિશાળ પાસે, પાણીના ટાંકા પાસે, જામનગર, અરૂણાબેન મનસુખભાઇ ભાણદાસભાઇ હરીયાણી રહે. જયંત સોસાયટી-3, રામ જામનગર, ચંદ્રાબા મહિપતસિંહ રતનસિંહ જાડેજા રહે. તીરૂપત્તી - રાધા ક્રિષ્ન પાર્ક શેરી નં.2, જામનગર, વર્ષાબેન પ્રફુલચંદ્ર નરશીદાસ સોલંકી રહે. રણજીતનગર, નવો હુડકો, જે-25, હાલ કામદાર કોલોની, દેરાસર રોડ, 102, જામનગર, રીટાબેન કૈલાશભાઇ ગોવીંદરામ લાલ રહે. રામેશ્વરનગર, વિનાયક પાર્ક, શેરી નં.5, જામનગર, ચતુરાબેન વજુભાઇ મગનભાઇ ગુજજર નામના સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા 1,61,600ની રોકડ અને અગ્યાર મોબાઈલ ફોન સહીત રૂપિયા 1,79,600ની મતા કબજે કરી જુગારધારા 12 મુજબ કાર્યવાહી કરી હતી.

જયારે જામનગરમાં પાણાખાણ વિસ્તારમાં આવેલ મયુરનગરમાં પોલીસે જુગાર સબંધિત કાર્યવાહી કરી હતી. જેમાં જાહેરમાં જુગાર રમી રહેલ મનીષાબેન અશોકભાઇ રણછોડભાઇ સીતાપરા, જીતુબેન રણછોડભાઇ જક્સીભાઇ સીતાપરા, મધુબેન ભરતભાઇ હીરાભાઇ રાઠોડ રહે. મયુરનગર શેરી નં.3, બાપા સીતારામની મઢુલીની બાજુમાં, પાણાખાણ, જામનગર તથા રીનાબેન ભાવેશભાઇ પુનાભાઇ અગેસાણીયા રહે. ગોકુલનગર, સાયોનાવાળી શેરી નં.5, નવદુર્ગા પાનની બાજુમાં, જામનગર તથા મધુબેન હરીશભાઇ નરશીભાઇ વડોદરીયા જાતે કોળી ઉ.વ.45 ધંધો મજુરી રહે. ગોકુલનગર, શીવનગર કોળી સમાજની વાડીની પાસે, જામનગર તથા દીનેશભાઇ રણછોડભાઇ સીતાપરા રહે. મયુરનગરશેરી નં.5, પાણાખાણ, જામનગર તથા રાહુલભાઇ દીનેશભાઇ સીતાપરા રહે. મયુરનગરશેરી નં.5, પાણાખાણ, જામનગર તથા રમેશભાઇ સવજીભાઇ પરેજીયા રહે. મયુરનગરશેરી નં.4, બાપા સીતારામની મઢુલીની બાજુમાં, પાણાખાણ, જામનગર તથા હીતેષભાઇ હરેશભાઇ અગેસાણીયા રહે. ગોકુલનગર, સાયોનાવાળી શેરી નં.5, નવદુર્ગા પાનની બાજુમાં, જામનગર વાળા સખ્સોને પોલીસે રૂપિયા 12,240ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામની સામે જુગારધારા 12 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા દરોડામાં જામનગર શહેરમાં શ્રાવણીયા જુગારની ભરમાર વચ્ચે સીટી એ ડીવીજન પોલીસે રણજીત સાગર રોડ પર આવેલ પટેલ પાર્ક વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. જેમાં જાહેરમાં તીન પતિનો જુગાર રમતી હીનલબેન મનીષભાઇ ભીખાભાઇ ડાંગરીયા, મનીષાબેન મનસુખભાઇ ખીમજીભાઇ હીરપરા, જાગુબેન રજનીકભાઇ વલ્લભભાઇ અજુડીયા, નીકીતાબેન નીંકુજભાઇ હસમુખભાઇ કારીયા, રીનાબેન ભરતભાઇ મોહનભાઇ અકબરી, પ્રવીણાબેન હરેશભાઇ જમનભાઇ ચીખલીયા, કીશોરીબેન મનસુખભાઇ ભંડેરી, શીતલબેન રાજેશભાઇ મોહનભાઇ અજુડીયા નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે આ શખ્સોના કબજામાંથી રૂપિયા10,800નો રોકડ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં જોડિયા તાલુકાના રસનાળ ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા વાઘજીભાઇ માવજીભાઇ ઝાલા અને નરશીભાઇ હરજીભાઇ ડાભી તથા રહે.રશનાળગામ તા.જોડીયા જિ. જામનગર, ખોડાભાઇ રામજીભાઇ કબીરા જા.અનુજાતિ ઉવ.25 ધન્ધો.મજુરી રે.રશનાલગામ તા.જોડીયા જિ.જામનગર, પ્રેમજીભાઇ વાઘજીભાઇ ડાભી નામના શખ્સોને રૂપિયા 10,500 સાથે પકડી પાડ્યા હતા.

પાંચમાં દરોડામાં જામજોધપુર તાલુકાના દિલિપભાઇ સવદાસભાઇ ખુંટી, દિપકભાઇ કાંતીભાઇ રાઠોડ, જગદીશભાઇ પુંજાભાઇ પરમાર, સવદાસભાઇ સામતભાઇ મોઢવાડીયા, ધિરુભાઇ મેપાભાઇ બારીયા, ભીખુભાઇ જેસાભાઇ મોઢવાડીયા, દલસુખભાઇ બાબુભાઇ કુવારદા, ભાવીનભાઇ રમણીકભાઇ મહેતા નામના શખ્સોને 20,850 રૂપિયા સાથે પકડી પાડ્યા હતા. આ ઉપરાંત રૂપિયા 25 હજારના બાઈક સહીત રૂપીયા 76,350 સાથે પકડી પાડ્યા હતા.

છઠ્ઠા દરોડામાં કાલાવડ- ટોડા સોસાયટીમા શેરીમા જાહેરમા જુગાર રમતા રાહુલભાઇ વાલજીભાઇ કાકરીયા રહે. કાલાવડ ટોડા સોસાયટી તા:-કાલાવડ જી.જામનગર, મહેન્દ્રભાઇ ગાગજીભાઇ વાણીયા, દિનેશભાઇ બાબુભાઇ વાણીયા, રહે.કાલાવડ ટોડા સોસાયટી તા:-કાલાવડ જી.જામનગર, છગનભાઇ રૂપાભાઇ વાણીયા રહે.કાલાવડ ટોડા સોસાયટી તા:-કાલાવડ જી.જામનગર, મંગાભાઇ લાખાભાઇ ચંન્દ્રપાલ રહે. કાલાવડ ટોડા સોસાયટી તા.કાલાવડ જી.જામનગર, હિરાભાઇ ગોરાભાઇ ચંન્દ્રપાલ રહે. કાલાવડ ટોડા સોસાયટી તા.કાલાવડ જી.જામનગર વાળાઓને પકડી પાડ્યા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂપિયા 4610ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.

સાતમા દરોડામાં જામનગર તાલુકાના હર્ષદપુર ગામ કોળીવાસ શેરી નં-03માં જાહેરમા જુગાર રમતા ગોબરભાઇ ખીમાભાઇ રાંદલપરા રહે. હર્ષદપુર ગામ, શીકોતેર માતાના મઢની બાજુમા તા.જી-જામનગર, વિજયભાઇ જેન્તીભાઇ રાંદલપરા રહે. હર્ષદપુર ગામ, શીકોતેર માતાના મઢની બાજુમા તા.જી-જામનગર, ભરતભાઇ રામજીભાઇ ચૌહાણ રહે. હર્ષદપુર ગામ, મંગલપરા તા.જી-જામનગર નામના સખ્સોને રૂપિયા 4660ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.

આઠમા દરોડામાં જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં દરોડો પાડી રીલાઇન્સ પેટ્રોલપંપ નો ઢાળીયો ઉતરતા રાધે ક્રિષ્ના પાર્ક ગુરૂક્રુપા પાનની પાછળ મેલડી માતાના મંદીર પાસેથી જાહેરમાં જુગાર રમી રહેલ રંજનબેન મનસુખભાઇ નાનાણી રહે.ગુલાબનગર તાડીયા હનુમાનના મંદીરની બાજુમા જામનગર, સબાનાબેન ઉર્ફે સબુ ઇકબાલભાઇ શેખ રહે. રીલાઇન્સ પેટ્રોલ પંપ પાસે ગુરૂક્રુપા હોટલની પાછળ ખોડીયાર માતાજીના મંદીર સામે જામનગર, ઝાસ્મીનબેન ઉર્ફે ભુરી અલ્તાફભાઇ બ્લોચ રહે. ભોયે એપાર્ટમેન્ટ નીો બાજુમા આદીત્ય પાર્ક શેરી નં.3 ગુલાબનગર જામનગર, ઇબ્રાહીમભાઇ ઉર્ફે જોન અકબરભાઇ લોઢડા રહે. રાધેક્રિષ્નાપાર્ક શેરી નં.2 બ્રાહ્મણ સમાજની વાડી પાછળ ગુલાબનગર જામનગર, મોહમદ ઇકબાલ શેખ રહે. ગુલાબનગર રાધે ક્રિષ્ના પાર્ક શહીદી ચોકની પાછળ મેલડી માતાજીના મંદીરની બાજુમા જામનગર વાળા શખ્સોને પકડી પડ્યા હતા. પોલીસે આ મહિલાઓના કબજામાંથી રૂપિયા 4300ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નવમા દરોડામાં મયુરનગર વામ્બે આવાસ બ્લોક નં 03/12 નીચે જાહેરમાં જુગાર રમી રહેલ બીપીનભાઇ રમેશભાઇ જોષી સુલતાન અબ્દુલભાઇ બાબવાળી રહે. મયુરનગર વામ્બે આવાસ બ્લોક નં 05/16 જામનગર અને રવી કાન્તદાસ જાદવ રહે. મયુરનગર વામ્બે આવાસ બ્લોક નં 03/03 જામનગર તથા રાહુલ ભાઇ ધરમજીભાઇ રુડીપાત્રા નામના શખ્સોને પોલીસે રૂપિયા 10050ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.

દશમાં દરોડામાં દરેડ જીઆઈડીસી નળી પાસે આધ્યાશક્તિ હોટલ પાસે જાહેરમાં જુગાર રમતા ફામતા જગદીશ પ્રસાદ, અજયકાંત ગેંદાલાલ જાટવ, દિપક હરગોવિંદ જાટવ, બલબહાદુરસિંહ રજ્જુલાલ જાટવ અને નવલ કિશોર લલુરામ નામના પાંચ શખ્સને રૂ. 11150ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.   

અગિયારમા દરોડામાં દરેડ રાજહંસ સર્કલની બાજુની ગલીમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા વિશાલ રઘુનંદન રાઠોડ, નીરજ હલકેરાવ જાટવ અને યોગેશ રાધેલાલ જાટવ નામના ત્રણ શખ્સને રૂ. 2980ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.