જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેર તેમજ લાલપુર, જામજોધપુર, સિક્કા અને શેઠવડાળામાંથી જુગાર રમતી 4 મહિલા સહિત 48 શખ્સોને રૂ. 1,44,310 સાથે ઝડપી લઇ તમામ વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં તરસાઈ ગામમાં આવેલ નવાપરા સોસાયટી બીએસએનએલ એક્સચેન્જની પાસે જાહેરમાં  ગંજીપતાના પાના વડે જુગાર રમતા નવઘણભાઇ બાબુભાઇ કારાવદરા (રહે.હનુમાનગઢ ગામ તા.રાણાવાવ જી.પોરબંદર), રવિભાઇ મગનભાઇ પરમાર (રહે.તરસાઇગામ તા.જામજોઘપુર જી.જામનગર), યતીનભાઇ અરજણભાઇ ડાભી (રહે.નવાપરા તરસાઇગામ તા.જામજોધપુર જી.જામનગર) અને અમીતભાઇ ચીમનભાઇ ડાભી (રહે.નવાપરા તરસાઇગામ તા.જામજોઘપુર જી.જામનગર) નામના ચાર શખ્સને રોકડ રૂ. 11,760 અને મોબાઈલ નંગ કિંમત રૂ. 6000 કુલ મળી રૂ. 17760નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
જયારે શેઠવડાળાના સમાણા ગામના પાટીયા પાસે આવેલ પેટ્રોલપંપની સામેની શેરીમાં આવેલ મકાન પાછળ ખુલ્લામાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા જુસબભાઇ ઇશાકભાઇ ખુરેશી (રહે.સમાણા તા.જામજોધપુર), વાલજીભાઇ રૂપાભાઇ વાઘેલા (રહે.સમાણા તા.જામજોધપુર) અને અમરાભાઇ વિરાભાઇ પરમાર (રહે.સમાણા તા.જામજોધપુર) નામના ત્રણ શખ્સને રોકડ રૂ. 1770 સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
ઉપરાંત જામનગર શહેરમાં આવેલ રવિપાર્ક શેરી નંબર 2માં જાહેર રોડ પર ગંજીપતાના પાના વડે જુગાર રમતા રાજપાલભાઈ જીવાભાઈ લુણા (રહે.રવિપાર્ક શેરી નં.૦૨, મકાન નં.૫૫૧/૦૩ જામનગર), પબુભાઈ વાલાભાઈ લુણા (રહે.વામ્બે આવાસ પાછળ પીઠળાઈ નગર જામનગર), હરીયા રામદેભાઈ લુણા (રહે.સેનાનગર વાછરા ડાડાના મંદિર પાસે જામનગર) અને પબુભાઈ માંડણભાઈ મુન (રહે.ગામ ભોગાત તાલુકો. કલ્યાણપુર જિ.દેવભુમી દ્વારકા) નામના ચાર શખ્સને રોકડ રૂ. 20,500 સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમજ જામનગર શહેરમાં આવેલ નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ સરસ્વતી સોસાયટી, રાજપુત સમાજની વાડી, મણીમાંની વાડીમાં જાહેરમાં જુગાર રમતા જયેશ કાંતિલાલ કટારીયા (રહે. નવાગામ ઘેડ, સરસ્વતી સોસાયટી, પીરની દરગાહ પાસે, મણીમાની વાડી, જામનગર), વિનોદ લક્ષમણભાઈ બરડીયા (રહે. નવાગામ ઘેડ, સરકારી સ્કુલ પાસે, જામનગર), મનોજભાઈ મગનભાઈ ગોહીલ (રહે. નવાગામ ઘેડ, સરસ્વતી સોસાયટી, પીરની દરગાહ પાસે, જામનગર), મયુર રાજુભાઈ બાવરીયા (રહે નવાગામ ઘેડ, સરસ્વતી સોસાયટી, પીરની દરગાહ પાસે, જામનગર), કાનજી નારણભાઈ ચૌહાણ (રહે. નવાગામ ઘેડ, મધુવન સોસાયટી, શેરી નં ૨, કીરીટ જોષીના મકાન સામે, જામનગર), અજય રાજુભાઈ કંટારીયા (રહે. નવાગામ ઘેડ, રાજહંસ પાનની બાજુમાં, જામનગર), રામજીભાઈ સીદીભાઈ પરમાર (રહે. નવાગામ ઘેડ, માસ્તર સોસાયટી, વાલ્મીકીવાસની પાછળ, જામનગર), વિપુલભાઈ ભરતભાઈ ચૌહાણ (રહે. નવાગામ ઘેડ, સરસ્વતી સોસાયટી, રાજપુત સમાજની પાસે, જામનગર), પ્રવીણભાઈ દેવશીભાઈ બારીયા (રહે. નવાગામ ઘેડ, ઈદીરા સોસાયટી, મધુવન ચોક, રાધેક્રીષ્ના હોસ્ટેલ પાસે, જામનગર) અને  ધનેશભાઈ લક્ષમણભાઈ બેરલીયા (રહે. નવાગામ ઘેડ, હરીજનવાસ, રાજહંસ પાન સામે, જામનગર) નામના દશ શખ્સને રોકડ રૂ. 16,300 સાથે ઝડપી લઇ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  
અને જામનગર શહેરમાં આવેલ સ્વામીનારાયણ ડ્રિમસિટી શેરી નંબર 7માં મકાનોની લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા કીરણબહેન નીતીનભાઇ જોષી (રહે. સ્વામીનારાયણ ડ્રીમસીટી શેરી નં.૭ જામનગર), ચારૂબહેન નરેશભાઇ ઝીઝુંવાડીયા (રહે. સ્વામીનારાયણ ડ્રીમસીટી શેરી નં.૭ જામનગર), ખ્યાતીબહેન ગૌરવભાઇ ઝીઝુવાડીયા (રહે. સ્વામીનારાયણ ડ્રીમસીટી શેરી નં.૭ જામનગર), ઉમંગબહેન વિપુલભાઇ જોષી (રહે. રામેશ્વરનગર શેરી નં.૨ જામનગર) ભાર્ગવ સુરેશભાઇ પાંવ (રહે.સ્વામીનારાયણ ડ્રીમસીટી શેરી નં.૭ જામનગર), નીતીનભાઇ બાબુલાલ જોષી (રહે- સ્વામીનારાયણ ડ્રીમસીટી શેરી નં.૭ જામનગર), વિપુલભાઇ નીતીનભાઇ જોષી (રહે- રામેશ્વર આશા એપારમેન્ટ બ્લોક નં.૬ જામનગર), રાકેશભાઇ નીતીનભાઇ જોષી (રહે- એમ્યુઝ મેન્ટ પાર્ક મયુર સોસાયટી શેરી નં.૩ જામનગર) અને આસીફભાઇ ગુલાબભાઇ ખોખર (રહે- નવાગામ ધેડ આનંદ સોસાયટી ડાંગરનો પીસીયાની બાજુમાં જામનગર) નામના ચાર મહિલા સહિત નવ શખ્સને રોકડ રૂ. 11120ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  
જયારે જામનગરમાં આવેલ દરેડ નળી વિસ્તારમાં લાલાભાઈ જોષીની ખોલી પાસે ગલીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે તીનપતિ રોન પોલીસ નામનો જુગાર રમતા અજીજ અહેમદ અબ્બ્દુલ મજીદ ખાન (રહે. દરેડ ગામ નળી વિસ્તાર છત્રપાલભાઇની ખોલીમા તા.જી.જામનગર મુળ રહે. ફતેગંજ ગામ થાના સાઇ જી.બરેલી રાજ્ય ઉતરપ્રદેશ), આનંદપ્રકાશ નારાયણલાલ કશ્યપ (રહે. દરેડ ગામ નળી વિસ્તાર યુનુસભાઇની ખોલીમા તા.જી.જામનગર મુળ રહે. શિકોલા ગામ થાના ન્યુરીયા જી.પીલીભીત  રાજ્ય ઉતરપ્રદેશ), અનીસ અહેમદ રહીશ અહેમદ અંસારી (રહે. દરેડ નળી વિસ્તાર લાલાભાઇ જોષીની ખોલીમા તા.જી.જામનગર મુળ રહે. ન્યુરીયા ગામ થાના ન્યુરીયા જી.પીલીભીત રાજ્ય ઉતરપ્રદેશ) અને બાબુ સુનીરા બંજારે (રહે. દરેડ નળી વિસ્તાર લાલાભાઇ જોષીની ખોલીમા તા.જી.જામનગર મુળ રહે. ન્યુરીયા ગામ થાના ન્યુરીયા જી.પીલીભીત રાજ્ય ઉતરપ્રદેશ) નામના ચાર શખ્સને રોકડ રૂ. 4790 સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
ઉપરાંત લાલપુર તાલુકાના ટેભડા થી ધુનડા જવાના રસ્તે પરીવાડી સીમ બાબુ દેસુર ડાંગરની વાડીના હોલની બહાર ગંજીપતાના પાના વડે જુગાર રમતા બાબુ સહિત સંજયભાઇ અમૃતલાલ ઠકરાર (રહે. લાલપુર, મ્યુસીપલ હાઇસ્કુલ પાસે, જી.જામનગર મુળ- પોરબંદર વાડી પ્લોટ, નંબર-૩ કમલાબાગ), દિનેશભાઇ ગગાભાઇ ગાગીયા (રહે. લાલપુર લક્ષ્મીપાર્ક, જી.જામનગર મુળ- ખાયડીગામ તા.લાલપુર), રાજેશભાઇ કાંતીભાઇ વાછાણી (રહે. લાલપુર, દરબાર સમાજની પાછળ, જી.જામનગર), રાજેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા (રહે. ગાયત્રી સોસાયટી ની બાજુમાં, સોસાયટી રોડ લાલપુર જી.જામનગર મુળ- મોટાભરૂડીયા તા.લાલપુર) અને દિપકભાઇ ઉર્ફે ભુરો લખમણભાઇ વરૂ (રહે. નાંદુરીગામ, ગ્રામ પ;ચાયત પાસે, તા.લાલપુર જી.જામનગર) નામના છ શખ્સને રોકડ રૂ. 56,800ના સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અને સિક્કામાં નાઝ સીનેમા રોડ રેલવે ક્વાટર્સ પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા રમેશભાઇ દેવશીભાઇ બુજડ (રહે. સિક્કા ભગવતી સોસાયટી તા.જી.જામનગર), સુરેંદ્રસિંહ નવુભા જાડેજા (રહે. મોટી ખાવડી વીનાયક પેટ્રોલ પંપની પાછળ તા.જી.જામનગર), વિરેંદ્રસિંહ દીલાવરસિંહ વાધેલા (રહે. સિક્કા ડી.સી.સી. કોલોની તા.જી.જામનગર), અજીતસિંહ નવલસિંહ જાડેજા (રહે. સિક્કા ગોકુલપુરી જડેશ્વર મહાદેવ મંદીર પાસે તા.જી.જામનગર), ભરતસિંહ ધીરૂભા ચુડાસમા (રહે. સિક્કા શંકર ભગવાન મંદીર પાસે તા.જી.જામનગર), ઉદયસિંહ પથુભા જાડેજા (રહે. સિક્કા જુની રેલ્વે કોલોની તા.જી.જામનગર), કિશોર રમેશભાઇ બુજડ (રહે. સિક્કા ભગવતી કોલોની જીયોના ટાવર પાસે તા.જી.જામનગર) અને કિરીટસિંહ ઉદયસિંહ જાડેજા (રહે. સિક્કા મારૂતીનગર ભગવતી કોલોની તા.જી.જામનગર) નામના આઠ શખ્સને રોકડ રૂ. 15,270 સાથે ઝડપી લઇ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.