બેનામી વ્યાજના વેપાર પર અંકુશ કે નિયંત્રણ કોણ અને ક્યારે લાવશે તે સવાલ શહેરને સતાવી રહ્યો છે !

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં વ્યાજનો બેનામી વેપાર વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. ઘણા સમયથી વ્યાજના બેનામી વેપારમાં હાથ ઉછીના પૈસા લીધા હોવાના ખોટા કરાર કરવામાં આવે છે. હકીકતમાં રૂપિયા 5 થી 10 ટકા અને એનાથી પણ વધારે ટકાવારીથી વ્યાજે અપાઈ છે પણ આટલો મોટી ટકાવારીનો ઉલ્લેખ કાયદાકીય રીતે માન્ય ના હોવાથી એ રૂપિયા હાથ ઉછીના જરૂરિયાત માટે આપ્યા હોવાના કરાર કરવામાં આવે છે.

જામનગરમાં કાયદેસર નાણાં ધીરવાના લાઇસન્સ ધરાવતા અથવા તો નિયમો મુજબ નાણા ધીરવાના વ્યાજ લેતા લોકો જૂજ બચ્યા છે બાકી સરેરાશ 2-5-10 અને એનાથી પણ મોટી ટકાવારીમાં વ્યાજનો ગેરવ્યાજબી બેનામી વેપાર ચાલી રહ્યો છે. શહેરમાં થતી ગુનાખોરીમા મહત્તમ આ વ્યાજનો બેનામી વેપાર જવાબદાર હોવાનું અવારનવાર પુરવાર થયું છે. આ બેનામી વ્યાજના વેપાર પર અંકુશ કે નિયંત્રણ કોણ અને ક્યારે લાવશે તે સવાલ થઇ રહ્યો છે. અપેક્ષા રાખીયે વહેલી તકે જવાબી કાર્યવાહી થાય તે શહેરના હિતમાં રહેશે !