જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા 

સૌરાષ્ટ્રના ઓખા બેટ દરિયા કિનારા પર માછીમારી ઉદ્યોગથી લાખો લોકો રોજગારી મેળવે છે. અહીંથી પાકિસ્તાની જળસીમા નજીક હોવાથી માછીમારો પાક વિસ્તારમાં ચાલ્યા જવાથી પાક સિકયોરીટી હાથે બંદી બને છે. અત્યારે 588 જેટલા માછીમારો અને 1200 જેટલી બોટો પાકિસ્તાન જેલમાં કેદ છે. 2015માં 57 બોટો મુકત કરવામાં આવી હતી. ત્યારબાદ કોઈ બોટ મુકત થઈ નથી 14 ઓગષ્ટ પાકિસ્તાન માટે અને 15 ઓગષ્ટ ભારત માટે મહત્વની છે. કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે બેટ દરિયા ખેડુ ફીશીંગ બેટ એસોસીએશન દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીની કચેરીએ મચ્છીમારી પરિવાર દ્વારા દર્દભરી અરજ કરી પોતાના પરિવારના સભ્યોને પાકિસ્તાન જેલમાંથી છોડવા સરકારને અપીલ કરી હતી.