Breaking News

પ્રોજેક્ટ લાયન વિઝન ને આવકારી બિરદાવતા પરીમલ નથવાણી

પ્રધાનમંત્રી ની પહેલ રાષ્ટ્રીય સંપતીના જતન માટે સરાહનીય હોય છે-પરીમલ નથવાણી: સિંહ ને રાષ્ટ્રીય પ્રાણી ઘોષીત કરવા ભારપુર્વકનો અનુરોધ


જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મંજુર કરાયેલા પ્રોજેક્ટ લાયન વિઝન ને આવકારી  બિરદાવતા રાજ્યસભાના સભ્ય પરીમલ નથવાણીએ સિંહ ને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાય તેવો ભારપુર્વક નો  અનુરોધ કર્યો છે.

આ તકે રાષ્ટ્રીય સંપતી સાથે સાથે કુદરતના વરદાન સમાન પ્રાકૃતિક સ્પદાના જતન માટે પ્રધાનમંત્રી સમયાતરે મહત્વના કદમ ઉઠાવે છે જે વારસાનુ જતન કરવા માટે ખુબ મહત્વના હોવાનુ જણાવી આવા દરેક પગલા સરાહનીય છે તેમ પણ તેમણે જણાવ્યુ છે.

ટ્વીટર દ્વારા પરીમલભાઇ એ આ પ્રોજેક્ટ માટે પ્રધાનમંત્રી નો આભાર માનવા ની સાથે એશીયાટીક સિંહ  ના જતન અને જાળવણી માટે જહેમત ઉઠાવતા અને હિમાયત કરતા સૌ નો આભાર વ્યક્ત કર્યો છે. 

ખાસ કરીને ગીરના સિંહો ના સંરક્ષણ અને સંવર્ધન ની દિશામા જહેમત ઉઠાવતા સૌ ફોરેસ્ટ અધીકારીઓ કર્મચારીઓ ગીર જંગલ ના સૌ સહયોગીઓ સમર્થકો ગાઇડ સૌ નો આભાર વ્યક્ત કર્યો છે.ઉલ્લેખનીય છે કે એશીયાટીક લાયન એ આપણુ નઝરાણુ છે કુદરતી ભેંટ છેવતેમજ વિશ્ર્વભરમા તેની સહર્ષ નોંધ લેવાય છે તે પ્રદેશનુ અને રાષ્ટ્રનુ ગૌરવ છે જાણવા મળ્યા મુજબ શ્રી નથવાણીનો ગીર વિસ્તાર પ્રત્યે અઢી દાયકાથી એક એવો અનન્ય નાતો છે કે જે તેઓનો પ્રકૃતિ પ્રેમ અને ગીરના સાવજો પ્રત્યેની એક ભાવસભર લાગણી ના દર્શન કરાવે છે તેવુ તેઓના ટ્વિટ  પરથી ફલિત થાય છે કેમકે જ્યારે તેઓએ પ્રધાનમંત્રીનો પ્રોજેક્ટ લાયન વિઝન માટે આભાર વ્યક્ત કર્યો, વનકર્મીઓ સહિત રીલેટેડ સૌનો આભાર માન્યો,સિંહને રાષ્ટ્રીય પ્રાણી ઘોષીત કરવાની માંગ કરી એ દરેક વખતે તેઓના ચહેરા ઉપર તથા શબ્દો રૂપે એક અનન્ય લાગણી નીતરતી હતી એક અનોખો ભાવ દર્શાતો હતો તે અનોખી ખુમારી-આત્મીયતા અને અનુસંધાન વ્યક્ત કરતા. 

વન ને સિંહની અને સિંહન ને વન ની


આપણે ત્યા જુનુ રૂઢી વાક્ય છે કે "વન ને સિંહની અને સિંહ ને વન ની .....હોય છે ઓથ...." તે મુજબ સિંહ નુ ઘર જ્યા સાનુકુળતા સલામતી અને સુખ મળે તે વન વિકસીત રક્ષીત હોવુ જોઇએ તેમજ વન ના સમગ્ર રક્ષણ માટે સિંહ નો પ્રત્યક્ષ ફાળો હોય છે ત્યારે સિંહ જેવા ઉમદા પ્રાણી જેને રોયલ એનીમલ કહેવાય કેમકે એની ચાલ એની કેશવાળી એનો બાંધો એની જોવાની વિશેષતા અને જંગલ ધ્રુજાવે એવી ડણક વગેરે બધુ જોયુ જાણ્યુ ને અનુભવ્યુ હોય ત્યારે ચોક્કસ કહી શકાય કે ગમે તે રીતે સરખામણી કરો સિંહ તો સિંહ જ છે તેનાથી ચડીયાતુ કોઇ નથી માટે કુદરતની આ ભેટ યથાર્થ છે પ્રકૃતિ આપણ ને બધુ જ હા બધુ જ જરૂરી જ આપે છે આપણી દ્રષ્ટી અને અનુભૂતિ ની તન્મયતા હોવી જોઇએ તેવી મુલવણી સાથે નો સાર અમુક તજજ્ઞોના અભિપ્રાય નો નીકળે છે ખુબ મહત્વની બાબત એ પણ છે કે જેમ કુદરતની અનેક ભેંટ  વરદાન અને  વારસાનુ જતન જરૂરી છે તેમ સિંહ ના ગૌરવ  માટે પણ અસ્મિતા સાદ પાડે છે. 

No comments