શહેર-ધ્રોલ-સિક્કા-જામજોધપુર-લાલપુરમાંથી જુગાર રમતા અન્ય 48 શખ્સો ઝડપાયા 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેર જિલ્લામાંથી આઠ દરોડોમાં 57 શખ્સને જુગાર રમતા ઝડપી લઈ રૂ. 77,860નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા મયુર ટાઉનશીપ શેરી નંબર 6માં જાહેરમાં જુગાર રમતા અરજણ ઉર્ફે ભગા દામજીભાઈ મહીડા (રહે. ક્રુષ્ણનગર તા.કાલાવડ), શિતલબેન કારૂભાઈ પીંગળ (રહે. સુભાષપાર્ક મયુર ટાઉનશીપ બાજુમા), કુસુમબેન દિપકભાઈ હરવરા (રહે. નવી સાધના આવાસ કોલોની), હીનાબેન ગુણવંતભાઇ પંચાસી (રહે સાધના કોલોની છેલ્લો ગેઈટ), ગીતાબેન જીલુભાઈ ધાયાણી (રહે. નવી સાધના), વંદનાબેન જગદીષભાઈ લાલવાણી (રહે. સાધના કોલોની) મધુબેન બીપીનભાઈ રાવલ (રહે. સાધના કોલોની), વસંતબા મહેન્દ્રસિંહ ગોહિલ (રહે. સુભાષપાર્ક મયુર ટાઉનશીપ) અને ચંપાબેન કારાભાઈ જપા (રહે. સુભાષપાર્ક મયુર ટાઉનશીપ) નામના નવ શખ્સને સીટી એ ડિવિઝનના શિવરાજસિંહ રાઠોડ અને મેહુલભાઈ વિસાણીએ બાતમીના આધાર દરોડો કરી રૂ. 11,700ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જયારે જામજોધપુરમાં આવેલ શિવમ બંગ્લોઝની પાસે ભગવતીપરાની પાછળ પાળેશ્વર ડેરીની સામે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા પ્રકાશ દ્વારકાદાસ ધકાણ, બાબુ માધવજી ટાંક, પાર્થ નવીન ધકાણ, રાજેશ બાબુ કતીરા, નીતાબેન પ્રકાશ ધકાણ, જ્યોત્સ્નાબેન દેવશી ડાંગર, તૃષાબેન ઉર્ફે કૃષ્ણાબેન કૌશીક પાણખાણીયા અને ભાવનાબેન સુધીર ગજેરા નામની ચાર મહિલા સહિત આઠ શખ્સને રૂ. 14,060ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

તેમજ ગોરધનપર ગામના ભળીયા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા કૌશલ સુનિલ મકવાણા, અક્ષય રાજુ પરમાર, અરુણ રાજુ પરમાર, પરબત જીવણ મકવાણા, કારા ગોદર ઘોડાસર, દેવા જીવ ઘોડાસર, અસ્મિતાબેન જયેશ લીલાપરા અને ફરીદા સલીમ કાટીયા નામની બે મહિલા સહિત આઠ શખ્સને રૂ. 10,630ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અને આમરા ગામમાં માત્રી ગામના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ભાણજી તળશી કટેશીયા, રાઘવ હરજી મઘોડીયા, કાનજી ડાયા કટેશીયા, હરસુખ નારણ કટેશીયા, ઘનજી ગોવા કટેશીયા, મનહર કાનજી નકુમ, રમેશ ભવાન નકુમ, ભરત નારણ કટેશીયા અને અશોક ધનજી કટેશીયા નામના નવ શખ્સને રૂ. 11690ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોલના બારનાલા વાડી વિસ્તારની સીમમાં જાહેરમાં જુગાર રમતા લાલજી છગન અઘેરા, ઉમેશ તરશી વાંસજાળીયા, દલસુખ ગણેશ પરમાર, ભરત મનજી સાઘરીયા, હરજીવન નાગજી અઘેરા, પ્રેમજી નારણ ભેંસદડીયા અને કુંવરજી ઉર્ફે કિશોર નાથા ગોપાણી નામના સાત શખ્સને રૂ. 10,220 સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

અન્ય દરોડામાં શહેરના મયુરનગર વામ્બે આવાસમાં આવેલ બ્લોક નંબર 3/12ની નીચે જાહેરમાં જુગાર રમતા બિપિન રમેશ જોશી, સુલતાન અબ્દુલ બાબવાળી, રવિ કાન્તદાસ જાદવ અને રાહુલ ધરમજી રુડીપાત્રા નામના ચાર શખ્સને રૂ. 10,050ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જયારે લાલપુરમાં આવેલ ધરાનગર ખાતે જાહેરમાં જુગાર રમતા મુકેશ ભીખા ગોહિલ, દેવસી જીવા પરમાર, વિજય ઘેલા પરમાર, રમેશ મંગા મકવાણા અને ભીખુ વાલજી પરમાર નામના પાંચ શખ્સને રૂ. 5710ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરાંત શહેરના નવાગામ ઘેડ, મધુવન સોસાયટી, બ્લોક નંબર બી/2 પાસે જાહેરમાં જુગાર રમતી મંજુલાબેન રણછોડભાઇ સોલંકી, કાંતાબેન હરીશભાઇ મારૂ, જયશ્રીબેન અમૃતલાલ સોલંકી, પ્રફુલાબેન નાથાભાઇ સવનીયા, નીલમબેન અજયભાઇ પરમાર, કાજલ દર્શકભાઇ પરમાર અને નિશાબેન જયેશભાઇ પરમાર (રહે. તમામ નવાગામ ઘેડ, મધુવન સોસાયટી) નામની સાત મહિલાને સીટી બી ડિવિઝન પોલીસે રૂ. 3800ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.