જામનગર મોર્નિગ – ભાણવડ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડમાં સમાવિષ્ટ થતા બરડા ડુંગરમાં ૫૦થી વધારે અલગ – અલગ નેશ આવેલ છે આ નેશ વિસ્તારમાં અનેક માલધારી પશુપાલકો વસવાટ કરી રહ્યા છે. આ નેશ વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓનો મુખ્ય વ્યવસાય પશુપાલન દુધનો છે. જયારે તેમના પશુ બીમાર પડે છે ત્યારે હાલમાં તાલુકા મથક ભાણવડ ખાતે આવેલ પશુદવાખાને લઇ જવું પડી રહ્યું છે. અથવા તો ખાનગી પશુ ડોક્ટર મારફત સારવાર કરાવવી પડે છે જે જરૂરિયાત મંદ અને નબળા પરિવારો માટે મોંઘુ સાબિત થાય છે તથા નેશ વિસ્તારોથી ભાણવડ ખુબ દુર પડતું હોય જેથી પશુપાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભાણવડના બરડા પંથકના પશુપાલકો જણાવે છે કે અમોને કપુરડીનેશ ખાતે અથવા નજીકના કોઈ નેશમાં જે બધાને સમાંતર લાગુ પડતું હોય ત્યાં એક પશુદવાખાનું બનાવી આપવામાં આવે અને ડોક્ટર ફાળવવામાં આવે તો પંથકમાં જયારે પશુબીમાર પડે ત્યારે સરકારી પશુ દવાખાને સરળતાથી સારવાર મળી શકે જે અમારા બરડા પંથકના હજારો પશુપાલક માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે.