જામનગર મોર્નિંગ - જામનગર 

સુપરમાર્કેટ પાસાઈથી ચલણી નોટ પર જુગાર રમતા બે શખ્સને સીટી એ પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગરમાં બેડીના નાકા સુપરમાર્કેટ પાસે જાહેરમાં રોડ ઉપર ભારતીય ચલણી નોટ પર એકીબેકીનો જુગાર રમતા યાસીન કરીમભાઇ હુશેનભાઇ મેતર (રહે. રંગુનવાલા હોસ્પીટલ પાસે) અને રાજેશભાઇ હસમુખભાઇ રાયઠઠા નામના બંને શખ્સોને રૂપિયા 4100ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. સીટી એ ડીવીજન પોલીસે બંને સખ્સો સામે જુગારધારાઓ મુજબ કાર્યવાહી કરી છે.