પોલીસ અને હિન્દૂસેનાએ સાથે કામગીરી  કરી: તમામ શખ્સો સામે સિક્કા પોલીસમાં ગુનો નોંધાયો 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર તાલુકાના આમરા ગામે પોલીસ અને હિંદુ સેનાએ સયુંકત કાર્યવાહી કરી કતલ કરવાના આશય થી બાંધી રાખેલ મુક પશુઓને મુક્ત કરાવ્યા હતા. જયારે પશુઓની કતલ કરી માસ એકત્ર કરી વેચવાની પેરવી કરનાર સખ્સો સામે પશુ અતિક્રમણ ધારાઓ મુજબ સિક્કા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.  


જામનગર તાલુકાના આમરા ગામે સિક્કા પોલીસે હિંદુ સેનાને સાથે રાખી દરોડો પાડ્યો હતો. આમરા ગામની સીમમાં અમુક સખ્સો ગૌ વંશની કતલ કરી માસનું અન્યત્ર વેચાણ કરતા હોવાની હિંદુ સેનાના પ્રમુખ પ્રતિક ભટ્ટે સીકા પોલીસનો સંપર્ક કર્યો હતો. આ દરોડા દરમિયાન સોહીલ ઇબ્રાહીમભાઇ ખીરા રહે.જામનગર ખોજા ચકલો નુર ફળી ઘાંચી જમાત ખાના પાએ જામનગર, વનરાજભાઇ ગેલાભાઇ પરમાર જાતે સરણીયા રહે.હાપા યાર્ડ પાસે લાલવાડી થી આગળ ઝુંપડામાં જામનગર તથા અભેષ મોહનભાઇ સીંધવ જાતે સરણીયા રહે.હાપા યાર્ડ પાસે લાલવાડીથી આગળ ઝુંપડામાં જામનગર, ગેલાભાઇ પદમાભાઇ પરમાર રહે. રહે.હાપા યાર્ડ પાસે લાલવાડી થી આગળ ઝુંપડામાં જામનગર, રસીકભાઇ ધુડાભાઇ સીંધવ રહે.હાપા યાર્ડ પાસે લાલવાડી થી આગળ ઝુંપડામાં જામનગર, કરણભાઇ ગેલાભાઇ પરમાર રહે.હાપા યાર્ડ પાસે લાલવાડી થી આગળ ઝુંપડામાં જામનગર તેમજ ફારૂક ઉર્ફે કારો પરમાર રહે.વાંકાનેર અને રૂડો ઉર્ફે વિજય પરમાર નામના સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે આ તમામ સખ્સો સામે પશુ પ્રત્યે કૃરતા નીવારણ અધિનીયમ 1960 ની કલમ 11(1)(ક) તથા પશુ સંરક્ષણ અધીનીયમ 2011ના સુધારા 2017 ની કલમ 6,8(2), 8(4) તથા જી.પી.એક્ટ કલમ 119 મુજબ ફરિયાદ નોંધી હતી. આ તમામ શખ્સો આમરા ગામ તથા સીમમાંથી ગૌવંશ આખલા પકડી અને હેરફેર કરી આખલાઓની કતલ કરી ગૌમાંસ એકઠુ કરી, વેચાણ કરવાના ઇરાદાથી પશુઓ આખલાઓ ને બાંધી ઘાસચારો તથા પાણી નહી આપી અને કૃરતા પુર્વક બાંધી રાખ્યા હોવાનું જાહેર થયું હતું.