જામનગર શહેરમાં ગુનાખોરી નિયંત્રણમાં લેવા શહેરને શાંત, ભય મુક્ત કરવા વિકરાળ સ્વરૂપે ફેલાયેલ વ્યાજના બેનામી ધંધાને નિયંત્રણમાં લેવો ખુબ જરૂરી છે.

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં વ્યાજનો બેનામી વ્યાપાર અજગરી ભરડો લઇ રહ્યો છે. દસ હજાર થી લઈને કરોડો રૂપિયાનો વ્યાજનો બેનામી વેપાર નિયમો વિરૂધ્ધ ચાલી રહ્યો છે. આ ધંધામાં અનેક અસામાજિક તત્વોની સાથે અધિકારીઓ અને રાજનેતાઓના રૂપિયા પણ ફરી રહ્યા હોવાની ચોકાવનારી માહિતી સાંપડી રહી છે.

જામનગર શહેરમાં વ્યાજનો ગેરકાયદે બેનામી વેપાર વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આ ધંધામાં જામનગરના પટ્ટાવાળાથી લઈને ઉચ્ચઅધિકારીઓ પણ સામેલ હોવાની માહિતી મળી રહી છે અધિકારીઓના મોટા ભાગના રૂપિયા બિલ્ડરોમાં ફરી રહ્યા છે જયારે રાજનેતાઓના રૂપિયા બિલ્ડરો, વેપારીઓમાં ફરી રહ્યા છે. મોટી રકમમાં 50 પૈસાથી લઈને 2-5 ટકા વ્યાજ વસુલાઈ રહ્યા છે જયારે નાની રકમમાં 5 થી લઈને 10 ટકા અને અમુક કિસ્સામાં 20 ટકા સુધી બેનામી રૂપિયા વ્યાજે આપવાનો વ્યાપક ધંધો ચાલી રહ્યો છે. જામનગર શહેરમાં ગુનાખોરી નિયંત્રણમાં લેવા શહેરને શાંત, ભય મુક્ત કરવા વિકરાળ સ્વરૂપે ફેલાયેલ વ્યાજના બેનામી ધંધાને નિયંત્રણમાં લેવો ખુબ જરૂરી છે.