જામનગર મોર્નિંગ - જામનગર 

ગુજરાતી કાવ્ય પ્રદેશનો એક સુંદર - બુલંદ સ્વર એટલે ' શબ્દ' શ્રી સતીશચંદ્ર વ્યાસ ' બાઉલની વાતો', ' બંગાળના બાઉલ', 'બંગાળી આગમની ગાન અને આગવો કબીર · એમના જાણવા-માણવા અને પ્રમાણવા લાયક પુસ્તકો છે. હવે આ જ સર્જક દ્વારા ' બાઉલનાં ગીતો ' કાવ્ય સંગ્રહ મળે છે. ' બાઉલ ' વિશેનું આ એક અર્પૂવ અને અલભ્ય પુસ્તક પ્રકાશિત થયેલું છે. ગુજરાતી ભાષામાં સાવ સરળતાથી સમજાય એ રીતે બાઉલની અભિવ્યક્તિ થયેલી છે અને આ માટે કવિએ ખૂબ ખાંખાખોળા કરીને સંશોધનીય પુરુષાર્થ કર્યો છે. " શ્રી સતીશભાઇએ બંગાળ ખેડયો. બાઉલ-સાધકો અને તેમની સાધના પદ્ધતિના સાગરમાં ડૂબકીઓ મારી અને ત્યાંથી અઢળક સાચા મોતી વીણી લાવ્યા તે એક આનંદદાયક ઘટના છે." એમ આચાર્ય શીલચંદ્રસૂરિજીએ યોગ્ય તારતમ્ય આપ્યું છે. આપણે આ પુસ્તકનું આચમન કરીએ.


” કોઇ ન માલિક કંઇ ન હુકમ, રૂઢિ છોડી ફરતો રહુ, મનમરજીથી માંહ્યલાં હારે સદા ગોઠડી કરતો રહું " પૃષ્ઠ- 241 ઉપર આપેલ ગીતની આ પંક્તિઓ છે, જે ઘણું ઘણું સુચિતાર્થ કરી જાય છે. પોતાની મસ્તીમાં મસ્ત બાઉલનો અંદાજ અને મિજાજ વ્યકત કરી જાય છે. એટલું જ નહિં પરંતુ, આખા બાઉલ પુસ્તકનો સાંકેતિક પરિચય આપી છે. ઉપરોક્ત પંક્તિ પ્રમાણે મુખપૃષ્ઠ પરિવ્રાજક બાઉલથી અંકિત છે. જુલાઇ 2021માં એન.એમ. ઠક્કરની કંપની- મુંબઇ દ્વારા પ્રકાશિત આ પુસ્તકના ચિત્રો/છબી/સ્કેચ અંકુર સૂચકના છે. પુસ્તકમાં OR કોડ છે જેને સ્કેન કરવાથી જે તે પદનો સંગીત અને સાંકેતિક અનુભવ માણી શકાય છે.

“ અહીં મેં નથી ભાળ્યો, જગદીશ,

ત્યાં મળશે તો કેમ ઓળખીશ ?


શબ્દરૂપે, સહજરૂપે અને ભાળવા, ઓળખવા નીકળેલા ગુરુ, ભેરુને - આ રીતે બાઉલ લાલનને અર્પણ થયેલ છે. ' બાઉલનાં ગીતો' ની ' બાઉલ – વિશ્વનું ગુજરાતમાં સ્વાગત' આ પ્રસ્તાવના શીલચંદ્રસૂરિજી આપે છે. ભરત સુખપરિયા અને નિવાસી અધિક કલેકટર શ્રી રાજેન્દ્ર સરવૈયા ' બાઉલનાં ગીતો ' નૈસર્ગિક શૈલીમાં વ્યકત થતો ભક્તિભાવની લાઘવમાં વાત કરીને શુભેચ્છાઓ પાઠવે છે. જામનગરના જ પ્રખ્યાત નેત્રચિકિત્સક ડૉ. પીયૂષ માટલિયા ' બાઉલનાં ગીતો વિષયક પોતાના વિચારો વ્યકત કરે છે.

'આરસી નગરમાં ડોકિયું.....' - આ રીતે તબક્કાવાર અને વિગતવાર કવિશ્રી પ્રસ્તુત પુસ્તકમાં ડોકિયું કરાવે છે. પૃ.-1 માં શીર્ષક આપ્યા બાદ પૃ.-2માં બંગાળી બાઉલ ગીત અને આ જ બંગાળી બાઉલ ગીતનો ગુજરાતી અનુવાદ પૂ. 3 એટલે કે એના સામેના પૃષ્ઠ ઉપર આપેલ છે. ક્રમશઃ 1 થી 247 સુધી આપણને આ રીતે બંને ભાષાના ગીતો મળે છે. એટલું જ નહિં પરંતુ, પ્રત્યેક બાઉલ ગીત ઉપર ગીતને અનુરૂપ જમણી તરફ સ્કેચ ચિત્ર અને નીચે ડાબી તરફ સ્કેન છે. જોઇ શકાય છે કે, સ્ક્રેનથી ગીત સાંભળી શકાય, ચિત્રથી ઓળખાય અને અનુવાદથી વાંચી શકાય છે. પૃ.248 થી પૃ.285 સુધી 1 થી 7 પરિશિષ્ટ પછી કવિશ્રી સતીશચંદ્ર વ્યાસ 'શબ્દ'નો જીવન કવનનો સંક્ષિપ્ત પરિચય છે. Opera energy ' બાઉલનાં ગીતો' ને હાર્દિક શુભેચ્છાઓ આપે છે, ફલેપ પેપર ઉપર “શ્રી સતીશભાઇએ... ગુજરાતને આપેલું નજરાણું છે." આટલો શીલચંદ્રસૂરિજીનો પ્રાસ્તાવિક વાક્ય સંપુટ મૂક્યો છે. • ' બાઉલનાં ગીતો' ની વિશેષતા : ૧. સૌ પ્રથમ બંગાળી બાઉલ ભાષામાંથી ગુજરાતી અનુવાદિત કાવ્યોનું પુસ્તક ૨. અજવાળું અને આનંદ આપતા બાઉલ ગીતો સાહિત્ય પ્રેમીઓને ખૂબ જ ગમશે ૩. કવિની ભાષા સરળ અને સહજ છે, સંશોધન દ્રષ્ટિ કમાલ અને જબરદસ્ત છે અને અણખેડાયેલી ઘણી બાબતોને ઉજાગર કરે છે. 4. અનુવાદના વિદ્યાર્થીઓ,અધ્યાપકો, અનુવાદના રસિક લોકોને આ પુસ્તક સંશોધન ઉપયોગી માહિતી પૂરી પાડે છે, એ મોટી વિશેષતા છે.

– ડૉ. જયા મણવર ભવન્સ શ્રી એ. કે. દોશી વિદ્યાલય