• રાજકીય કિન્નાખોરીથી બદલી કરાઈ હોય તેવી સ્થાનિકોને આશંકા

જામનગર મોર્નિંગ - જામનગર : જીલ્લાના આરોગ્ય કેન્દ્રો પૈકી ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા આપનાર જામનગર નજીકનાં અલીયાબાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની બદલીથી અલીયાબાળા અને આજુબાજુના 8-10 ગામના લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

અલીયાબાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકે આશરે પાંચ વર્ષ જેટલાં સમયથી ફરજ બજાવતા ડૉ. એચ. એન. ફોઝેની ઓચિંતી બદલી કરાતા અલીયાબાળા, ગોકુળપરા, સૂર્યાપરા, શેખપાટ, મોટા નેવી, મોટા ઠેબા, થાવરીયા અને વિજરખી સહિતના ગામોના લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે અને આ બદલી રદ થાય ડોક્ટર અહીં યથાવત રહે તેવી લાગણી દર્શાવી રહ્યા છે.

ડૉ. એચ. એન. ફોઝે ઘણો સમયથી અલીયાબાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે વિસ્તાર અને વિસ્તારના લોકોથી પરિચિત અને પોતાનાપણું મહેસુસ થાય તેવી સેવા નિભાવે છે કોરોના કાળ દરમિયાન અનુભવ અને આગવી સુજથી ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી જેમાં જામનગર જિલ્લાનું સૂર્યાપરા એક માત્ર ગામ સંપૂર્ણ પણે કોરોના મુક્ત રહ્યું હતું. જે સૂર્યાપરા ગામ અલીયાબાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદરમાં આવે છે આવા અધિકારીની ઓચિતિ બદલીથી લોકોને એક સારા ડોક્ટરની ખોટ વર્તાશે જયારે સ્થાનિક લોકો એવુ પણ કહી રહ્યા છે કે રાજકીય કિન્નાખોરીથી બદલી કરાઈ છે.