• ઢોર એ જીવંત પ્રાણી છે કોઈ યંત્ર તો નથી કે મુદ્દામાલ સીઝ કરીને રાખી શકાય. આ હજારોની સંખ્યામાં રખડતા ઢોરને પકડીને ક્યાં રાખવા ત્યાં એમને ઘાસ – પાણી જગ્યા એની દેખરેખ અને સારવાર માટે મહાનગરપાલિકા પાસે શું વ્યવસ્થા હશે એ પણ સવાલ છે. 


જામનગર મોર્નિંગ – જામનગર તા.૦૮ : જામનગર શહેરમાં મુખ્ય માર્ગો, શેરીઓ, પાર્કિંગની જગ્યાઓ આમ સાર્વત્રિક જગ્યાએ રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરમાં લગભગ હજારોની સંખ્યામાં રખડતા ઢોર ફરતા હશે. જેમાં મુખ્યત્વે ગાય અને ધણખુંટ સહિત પશુનો સમાવેશ થાય છે. આ રખડતા ઢોરની ઢીકે ચડીને અનેક લોકોને ઈજાઓ પણ થઇ રહી છે. મુખ્ય રસ્તાઓ અને શેરીઓમાં ઢોરના અડીંગાથી લોકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જામનગરના લોકોમાંથી એક શુર ઉઠ્યો છે કે શહેરને રખડતા ઢોરના ત્રાસથી મુક્ત કરાવો આ ચર્ચાએ ખુબ જોર પકડ્યું છે. જે અનુસંધાને મહાનગર પાલિકાએ ઢોરને પકડવા અને માર્ગો પરથી દુર કરવા માટે મજુરો પણ રાખ્યા છે. ત્યારે સવાલ એ છે કે શહેરમાં હજારોની સંખ્યામાં રખડતા ઢોર માર્ગો પર છે. આ ઢોરને પકડવા માટે પકડ્યા પછી રાખવા માટે અને એનો નિભાવ કરવા માટે વ્યવસ્થા છે ? ઢોર એ જીવંત પ્રાણી છે કોઈ યંત્ર તો નથી કે મુદ્દામાલ સીઝ કરીને રાખી શકાય. આ હજારોની સંખ્યામાં રખડતા ઢોરને પકડીને ક્યાં રાખવા ત્યાં એમને ઘાસ – પાણી જગ્યા એની દેખરેખ અને સારવાર માટે મહાનગરપાલિકા પાસે શું વ્યવસ્થા હશે એ પણ સવાલ છે. શહેરીજનો એકી અવાજે કહે કે રખડતા ઢોરને પકડી લ્યો એમના ત્રાસ માંથી મુક્ત કરાવો ..ત્યારે પાલિકાએ જોવું પડે કે પકડીને રાખવા ક્યાં નિભાવવા કેમ ?