જામનગર મોર્નિંગ તા. ૨૨ઃ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બીન હથિયારધારી એએસઆઈ તરીકે ફરજ બજાવતા અગિયાર અધિકારીને હંગામી ધોરણે તેઓના જ જિલ્લામાં પીએસઆઈ તરીકે નિમણૂક આપતો હુકમ કરાયો છે.


જામનગર શહેરમાં અનઆર્મ્ડ પોલીસફોર્સમાં ફરજ બજાવતા અગિયાર એએસઆઈને હંગામી ધોરણે પીએસઆઈ તરીકે નિમણૂક આપવામાં આવી છે. જેમાં જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ હમીદ જુસબભાઈ પરીયાણી સહિત અગિયારને પીએસઆઈ તરીકે મૂકવામાં આવ્યા છે.


તે ઉપરાંત મનિષાબેન એસ. ત્રિવેદી, જયરાજસિંહ કે. રાઠોડ, દિલીપસિંહ સી. ગોહિલ, આમીન બી. સપીયા, દીપાલીબેન એમ. જોષી, કીર્તિબેન કે. નારીયા, માધવજીભાઈ એમ. નંદા, અરવિંદભાઈ સી. નંદા, ઉષાબા પી. પરમાર, મીરાબેન વી. દવેને પીએસઆઈ તરીકે હંગામી ધોરણે ફોજદાર તરીકે નિમણૂક અપાઈ છે.


તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એએસઆઈ લખમણભાઈ એલ. ગઢવી, મીનાબા જે. વાળા, મેઘાબેન એમ. રોશીયા, બિપીનભાઈ એચ. જોગલ તથા અંજલિબેન એલ. ગઢવીને પણ પીએસઆઈ તરીકે નિમણૂક મળી છે.