જામનગર મોર્નિંગ - ભાણવડ : ભાણવડથી વાયા ગોપાલપરાનેશ થઈને મોખાણા જતા આશરે 5 કિમિનાં રસ્તામાં અગાઉ રોડ કાંઠે દબાણો થયેલા હતા જે તંત્ર હટાવી શક્યું નથી ત્યાં ફરી નવા દબાણો હાલ ગોપાલપરા નેશ થી આગળ ભાણવડ તરફ જતા મોટા પાયે દબાણ થયેલ છે. સરકારશ્રીનાં નિયમો મુજબ રોડ કાંઠેથી 1 મીટર બંન્ને બાજુ રોડની જગ્યા હોય છે. જેમાં કોઈ પણ જાતનું દબાણ કે કબ્જો કરી શકાય નહી. પંચાયત હસ્તકના રસ્તા એક તો પ્રમાણમાં સાંકડા હોય એમાં પણ બાજુમાં વધેલી જગ્યામાં દબાણ થઇ જાય તો ગામનાં લોકોને વાહન ચાલકોને રોડ પરથી જયારે બે વાહનો સામસામે આવી જાય ત્યારે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે.

હાલમાં આ રોડમાં ગોપાલપરા નેસથી લઈને ભાણવડ સુધી રોડ કાંઠે દબાણ થયા છે જે હજુ નવા જ઼ છે થોડા દિવસો પૂર્વે થયા છે તેમાં વધુ કંઈ થાય તે પહેલા દૂર કરીને રોડ લોકો માટે ખુલ્લો કરવો જોઈએ. રોડ કાંઠાનાં દબાણો હાલ દૂર નહી થાય તો આગળ જતા ત્યાં મજબૂત દીવાલો બની જશે અને જયારે તે તોડવાનો પ્રશ્ન આવશે ત્યારે સંઘર્ષ થાય તે પહેલા હજુ કાચા દબાણો છે તે દૂર થવા જોઈએ.