જામનગર મોર્નિંગ - જામનગર તા.22 : સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ માં જેની ગણના થાય છે તેવી જામનગર ની જીજી હોસ્પિટલ માં કેટલી અગવડતા છે અને તેના લીધે તેમાં દાખલ થયેલ દર્દીઓ અને એમના રિલેટિવ ને કેટલી તકલીફ પડે છે તેનું ઉદાહરણ.

જીજી હોસ્પિટલ માં 700 બેડ ની હોસ્પિટલ માં જયાં દર્દીઓને રાખવા માં આવે છે ત્યાં એક વિભાગ માં ત્રણ વોર્ડ છે, એક વોર્ડ માં આશરે 40 જેટલાં બેડ છે દરેક વોર્ડમાં 40 પેસન્ટ અને એક પેસન્ટ સાથે બે સગા હોઈ છે આ ઉપરાંત ત્યાં ના કર્મચારીઓ માટે ત્રણ સંડાશ અને ચાર બાથરૂમ છે પણ મોટા ભાગ ના વોર્ડમાં સંડાશ/બાથરૂમ બંધ છે, આટલી મોટી સંખ્યામાં જયાં દર્દીઓ દાખલ હોઈ ત્યાં આવી અગવડતા છતાં કોઈને પડી નથી, હવે કોઈ કુદરતી આવેગ તો રોકી ન શકે એટલે લોકો મનફાવે ત્યાં ગંદકી ફેલાવી રહ્યા છે.

જીજી હોસ્પિટલ ના સતાધિશો વહેલી તકે આ અંગે કોઈ નિરાકરણ લાવે તે જરૂરી છે.