• જામનગર અને કાલાવડ તાલુકામાં 48 કલાકમાં 25 ઇંચથી વધુ વરસાદ થયો છે.

જામનગર મોર્નિંગ - જામનગર તા.28 : જામનગર જીલ્લા કિશાન કોંગ્રેસ દ્વારા ચાલુ વર્ષમાં અતિવૃષ્ટિમાં થયેલ ખેડૂતોને નુકશાનમાં વર્તમાન કાયદા મુજબ વળતર ચૂકવવા આજે જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરાઈ હતી.

કિશાન કોંગ્રેસએ પાઠવેલ આવેદનમાં જણાવ્યા મુજબ કે તાજેતરમાં સરકારએ ગુજરાતના માત્ર 4 જીલ્લાના 21 તાલુકાના 682 ગામોમાં નુકસાનીનું વળતર અને એ પણ હેકટરદીઠ માત્ર 6200 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરાઈ છે જે ખેડૂતો સાથે અન્યાય સમાન છે. ગુજરાતના માત્ર 4 જીલ્લા નહી પણ અનેક જીલ્લામાં અતિવૃષ્ટિ થઇ છે તો અનેક વિસ્તારોમાં સમયસર વરસાદ થયેલ નથી. જામનગર અને કાલાવડ તાલુકામાં 48 કલાકમાં 25 ઇંચથી વધુ વરસાદ થયો છે.


અતિવૃષ્ટિ અને સમયસર ના થયેલા વરસાદમાં ખેડૂતોને પારાવાર નુકશાન થયેલ છે જેમાં સરકારની પ્રવર્તમાન મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ સહાય ચૂકવવા માટે માંગ કરાઈ છે તેમજ વધુમાં ગુજરાતમાં તાજેતરમાં લોડ સેટિંગના નામે વીજ કાપ અપાઈ રહ્યો છે હાલમાં રવિ પાક વાવેતરની સીઝન હોય વાવેતરમાં થોડું મોડું થાય તો પણ તેની અસર આખા પાક પર ખેડૂતોને પડતી હોય છે ત્યારે ખેડૂતોને નિયમો મુજબ 10 કલાક વીજળી મળવી જોઈએ તથા અતિવૃષ્ટિની વ્યાખ્યા તથા દુષ્કાળની વ્યાખ્યમાં સમાવિષ્ટ થતા ગામોમાં તાત્કાલિક મુખ્યમંત્રી કિશાન સહાય યોજના તળે ખેડૂતોને વળતર આપવા માટેની કિશાન કોંગ્રેસ દ્વારા જામનગર જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને માંગ કરાઈ છે.