જામનગર મોર્નિંગ - રાવલ તા.29 : દ્વારકા જિલ્લાના રાવલ ગામમાં જન્મેલ મોહનભાઈ રામભાઈ સોલંકી અને પોલીસની નોકરીમાં જોડાયેલ ભાણવડ ખાતે ફરજ ભાણવડ પોલીસ સ્ટેશન માં ફરજ નિભાવતા હતા. આ સમય દરમ્યાન કોરોનાની લહેર આવતા કોરોના વોરિયર્સ મોહન ભાઈ સોલંકી ફરજ દરમ્યાન કોરોનાગ્રસ્ત થતા સારવાર દરમ્યાન કોવિડ - 19માં ફરજ દરમ્યાન શહીદ થયા તેથી દે વભૂમિ દ્વારકા જિલ્લા ના નાયબ પોલીસ અધિક્ષક હિરેન્દ્ર ચૌધરી, પોલીસ પરિવાર , રાવલ પાલિકા, અને મામલતદાર, ચિફ ઓફિસર દ્વારા શહીદ વીર મોહનભાઈના પરિવારને હિંમત અપાય તેમજ રાવલના જલારામનગરના એક મુખ્ય માર્ગનું મોહનભાઈની યાદીમાં શહીદવીર મોહન ભાઈ સોલંકી માર્ગ તરીકે અનાવરણ કરાયું.


આમ શહીદ વીર મોહનભાઈને યાદ કરાયા અને તેમના પરિવારને હિંમત આપી પોલીસ પરિવાર , મામલતદાર,રાવલ પાલિકા, કર્મચારી અને ગ્રામજનો, તથા ગામના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને માર્ગનું મોહન ભાઈ સોલંકી માર્ગનું અનાવરણ કરાયું.