જામનગર મોર્નિંગ - જામનગર : જામનગર શહેરના વોર્ડ નંબર -11માં સમાવિષ્ટ થતા લાલવાડી વિસ્તારમાં પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટ અને સફાઈની મુખ્ય સમસ્યા રહેતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે અને વધુમાં આ વિસ્તારમાં હાલના મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયરનો મત વિસ્તાર છે છતાં પણ આવી હાલાત હોવાનો સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.


લાલવાડી વિસ્તારના 54 જેટલાં લોકોએ સહી કરીને પ્રેસનોટ મોકલી છે જેમાં બતાવ્યા મુજબ કે જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર - 11ના લાલવાડી, પટેલ સમાજ પાછળ શીતવન, સંસ્કાર ધામ સોસાયટી વિસ્તારમાં પીવાના પાણી યોગ્ય પ્રેસરથી આવતું નથી, સ્ટ્રીટ લાઈટ નથી તેમજ સફાઈ પણ થતી નથી આ અંગે લેખિતમાં અનેક વખત ઓનલાઇન ફરિયાદ કરી હોવા છતાં કોઈ હકારાત્મક પરિણામ મળેલ નથી આગામી દિવસોમાં આ પ્રશ્નોનું નિરકારણ નહી આવે તો આવેદન અને વિરોધ કરવામાં આવશે તેમજ આગામી ચૂંટણીમાં પણ આચાર્યજનક પરિણામ આવી શકે તેવું વધુમાં જણાવ્યું હતું.