જામનગર મોર્નિંગ - જામનગર 


મળતી વિગત મુજબ શહેરમાં આવેલ રણજીતસાગર રોડ, મારુ કંસારા હોલની પાછળથી સીટી એ ડિવિઝન પોલીસે એક શખ્સને 12 નંગ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લઈ એક ને ફરાર જાહેર કરતા તેની શોધખોળ હાથ ધરી છે. 

જામનગર શહેરમાં આવેલ રણજીતસાગર રોડ, મારુ કંસારા હોલની પાછળ મંગલધામ આલાપ સોસાયટીમાં રહેતો અજયસિંહ દેવાજી જાડેજા નામના શખ્સના રહેણાંક મકાનમાં સીટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડતાં ઈંગ્લીશદારૂની 12 બોટલ કિંમત રૂ. 6000 મળી આવતા આરોપી શખ્સને ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા દારૂનો આ જથ્થો મહાવીરસિંહ દેવાજી જાડેજા પાસેથી મંગાવ્યો હોય જેથી તેની ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.