જામનગર મોર્નિંગ - જામનગર : ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની નગરપાલિકાઓમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા કુલ 33 ચીફ ઓફિસરોની બદલીઓ જાહેરહિતમાં કરાઈ છે જેમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાના બે ની બડલી તથા બે નવાને પોસ્ટિંગ અપાયું છે જયારે જામનગરના એક પણ ચીફ ઓફિસરની બદલી થયેલ નથી.


દેવભૂમિ દ્વારકાના મુખ્યમથક ખંભાળિયાના અતુલચંદ્ર સિંહાની છોટાઉદેપુર તથા ઓખાના વિનોદ રાઠોડની વિરમગામ અમદાવાદ ખાતે બદલી કરાઈ તેમજ પેટલાદથી પાર્થવન ગોસ્વામીની જામ રાવલ અને પાલનપુરથી સતીષ પટેલની ખંભાળીયા ખાતે જાહેરહિતમાં બદલીઓ કરાઈ છે.