• પટેલ કોલોની શેરી નં ૯/૨ , આર.એમ.ગોરીયા સ્કુલ સામે , આદેશ્વર રેસીડન્સીના પાર્કીંગમાંમાં દારૂની હેરાફેરી થતી હતી.


જામનગર મોર્નિંગ - જામનગર તા. 23 : જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા દારૂ જુગારની ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ ઇન્સ . વાય.બી.રાણા તથા માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ . રવીરાજસિંહ જાડેજા તથા રાજેશભાઇ વેગડ તથા પો.કોન્સ . યુવરાજસિંહ જાડેજા ને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર પટેલ કોલોની , શેરી નં ૯/૨ , આર.એમ.ગોરીયા સ્કુલ સામે , આદેશ્વર રેસીડન્સીના પાર્કીંગમાં સહદેવ ઉર્ફે શક્તિ મનહરદાન ગઢવી તથા ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો સુરેન્દ્રસિંહ ઝાલા રહે . પટેલ કોલોની શેરી નં .૯ ની પાછળ , શાંતીનગર શેરી નં.ર , જામનગર વાળા સાથે મળી આદેશ્વર રેસીડેન્સીના પાર્કીંગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરે છે જે હકીકત આધારે રેઈડ કરી આરોપી સહદેવ ઉર્ફે શક્તિ મનહરદાન ઇસરાણી જાતે ગઢવી ઉ.વ .૩૫ ધંધો કાંઇ નહિ રહે . પટેલ કોલોની શેરી નં .૯ / ૨ , આદેશ્વર રેસીડેન્સી વીંગ બી , ફલેટ નં .૫૦૨ , જામનગર વાળાને ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂના પાઉચ ચપટા ROYAL CLASSIC WHISKY ૧૮૦ એમ.એલ તેમજ ફોર સેલ ઈન રાજસ્થાન ઓનલી લખેલ કંપની શીલબંધ નંગ - ૪૦૮ કિં.રૂ. ૪૦,૮૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે તેમજ મજકુર ઇસમને સદર દારૂના જથ્થા બાબતે પુછતા પોતે ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો સુરેન્દ્રસિંહ ઝાલા રહે . પટેલ કોલોની શેરી નં .૯ ની પાછળ , શાંતીનગર શેરી નં.ર , જામનગર વાળા સાથે મળી ભાગીદારીમાં વેચાણ કરવા માટે લઇ આવેલ હોવાનુ અને દારૂ ઉતારીને ધર્મરાજસિંહ ઉર્ફે ભુરો ઝાલા જતો રહેલ હોવાનુ જણાવતા જેને ફરારી જાહેર કરી મજકુર બંન્ને ઇસમો તથા તપાસમાં ખુલે તેઓની સામે ધોરણસર થવા પો.કોન્સ . શિવભદ્રસિંહ જાડેજા એ ફરિયાદ આપી છે.