મણપ્પુરમ ફાયનાન્સ કંપની સાથે વાહનના નકલી દસ્તાવેજો બનાવી આચરી છેતરપીંડી 

જામનગર મોર્નિંગ - જામનગર 


મળતી વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં એક જ પરિવારની બે મહિલા સહિત ચાર સભ્યોએ ખાનગી ફાયનાન્સ કંપની સાથે 43 લાખની છેતરપીંડી આચરતા ચારેય વિરુધ્ધ સીટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

જામનગર શહેરમાં આવેલ મણપ્પુરમ ફાઇનાન્સ લી. કંપનીમાં લીગલ મેનેજર તરીકે ફરજ બજાવતા વિનોદ નાનાજી કદમએ જામનગર સીટી સી ડીવીઝનમાં દીપક દીનેશભાઇ રામાણી, નેહાબેન દીપકભાઇ રામાણી, તરૂણકુમાર દીનેશભાઇ રામાણી, રાખીબેન તરૂણકુમાર રામાણી વિરુદ્ધ  ફરિયાદમાં ચારેય આરોપીએ સાથે મળી કાવતરું રચી વાહન માલીકી હાઈપોથીકેશન સંબંધીત નકલી દસ્તાવેજો બનાવી આવા દસ્તાવેજો નકલી છે તેમ જાણતા હોવા છતાં આવા દસ્તાવેજોનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી કંપનીને આર્થીક હાલ આશરે રૂ.43,20,476/- નુકશાન પહોચાડ્યા સબંધની ફરિયાદ નોંધાતા સીટી સી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.