જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.10 : દેવભૂમિ દ્વારકા જીલ્લો વિશાળ દરિયા કાંઠો ધરાવે છે અને આ દરિયા કાંઠેથી ભૂતકાળમાં મોટા પ્રમાણમાં દાણચોરી, હથિયાર હેરાફેરી, હેરોઇન ડ્રગ્સ જેવા માદક પદાર્થોની હેરાફરી થતી રહી છે. સમયાંતરે આ કાળાકારોબાર અને આ કારોબારમા સંકળાયેલા લોકો પર અંકુશ આવ્યો પણ સદંતર બંધ થઇ શક્યું નહી.


દેવભૂમિ દ્વારકાના ઓખા, સલાયાના બંદર પરથી અવારનવાર ગેરબંધારણીય પ્રવૃતિઓ ઝડપાઈ છે. જેમાં સલાયા મુખ્ય છે પણ હવે પ્રવાહ બદલ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ઓખા અને સલાયામાં સુરક્ષા વધી જતા પ્રમાણમાં ઓછી સુરક્ષા ધરાવતા અને વગર બંદરે પણ આશાનીથી લેન્ડિંગ થઇ શકે તેવા વાડીનારના દરિયામાં આ બધું ધીમે ધીમે થતું જાય છે. હાલમાં પણ વાડીનાર દરિયા કાંઠેથી દાણચોરીનો માલ આવતો હોવાનું વિશ્વશનીય સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સલાયાના નામે પકડાતી મોટી ચોરીઓ હકીકતમાં વાડીનારના દરિયા કાંઠેથી હાલમાં થતું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


વાડીનારનો દરિયા કાંઠો એકદમ શાંત છે ત્યાં બંદર વિના પણ લોકો સામાન્ય હોડીથી ઉતરી અને ચડી શકે તથા ત્યાં માછીમારી કરતાં લોકો હોવાથી વધુ તપાસ પણ નથી થતી માછીમારીની આડમાં અનેક ગેરપ્રવૃતિઓ માટે વાડીનારનો દરિયા કાંઠો આવા લોકો પ્રથમ પસંદ કરી રહ્યા છે.