જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે જે સંદર્ભે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચ દ્વારા રાજકીયપક્ષો અને ઉમેદવારો માટે બહાર પાડવામાં આવેલ આચારસંહિતા મુજબ કોઇ રાજકીયપક્ષો અને ઉમેદવારો પોતાના કાર્યકરને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સુત્રો વિગેરે લખવા માટે મકાન માલીકની પરવાનગી વિના જમીન, મકાન, કમ્પાઉન્ડ, દિવાલ વિગેરેનો ઉપયોગ કરવા દેશે નહી અને જાહેર મિલ્કત ઉપર આવુ કૃત્ય કરશે નહી તેવી નીતિ નક્કી કરવામાં આવેલ છે. આથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, મિતેશ પી. પંડ્યા, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧)(છ) તળે તેમને મળેલ સત્તાની રૂએ આચાર સંહિતાના પાલન માટે ઉક્ત નિર્દિષ્ટ કાર્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

જામનગર જીલ્લાની હદમાં કોઇપણ વ્યકિતએ તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સંસ્થાઓ તેમજ જાહેર સાહસોના મકાનો (કમ્પાઉન્ડની દિવાલ સહિત) વિજળી અને ટેલીફોનના થાંભલાઓ ઉપર ચૂંટણી પ્રચારના ઇરાદાથી કોઇપણ ચૂંટણી અંગેનુ બેનર,ચિન્હો, સહિત કોઇપણ સાહિત્યનુ લખાણ અથવા ટેલીફોનના થાંભલાના આધારે અથવા કોઇપણ મકાનોના આધારે રસ્તાઓ ઉપર કોઇપણ બેનર, પોસ્ટર અથવા ચૂંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવુ નહી તેમજ કમાનો ઉભી કરવી નહી, ઉપરોક્ત જણાવેલ મકાનો સિવાયના મકાનો ઉપર (કમ્પાઉન્ડની દિવાલ સહિત) ચૂંટણી પ્રચાર સંબધિત કોઇપણ પોસ્ટર, લખાણ, ચિન્હ, મકાન માલીક/કબ્જેદારની પૂર્વ મંજુરી સિવાય ચોંટાડવુ, ચિતરવુ અથવા પ્રદર્શિત કરવુ નહી.

આ જાહેરનામાનુ ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબ ઓછામાં ઓછા ૪ મહીનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે અને દંડની સજાને પાત્ર પણ થશે.