ભરત હુણ - જામનગર

જામનગર મોર્નિંગ - જામનગર : શહેરના ટાઉન હોલમાં જામનગર મહાનગર પાલિકાનું જનરલ બોર્ડ આજે મળ્યું હતું. બોર્ડનો મુખ્ય એજન્ડા પાર્કિંગ પોલીસીનો હતો. જેમાં શહેરના મુખ્ય 14 રસ્તાઓ તે સિવાય કોર્પોરેશન સરકારની માલિકીની જગ્યાઓ પર વાહન પાર્ક કરવાનું ભાડુ વસુલવા અંગેની પોલિસી પર ચર્ચા દરમિયાન વિરોધ પક્ષે વાંધા ઉઠાવ્યા હતા.

બાદમાં હાલ મુખ્ય 14 રસ્તાઓ પર પાર્કિંગ ચાર્જ વસુલવાનું મુલતવી રાખ્યું હતું અને કોર્પોરેશનની માલિકીની જગ્યાઓ છે તેમાં વાહનો પાર્ક કરવાનું ભાડુ લાગશે અને તે સિવાય શહેરના 14 મુખ્ય માર્ગો છે તેમાં પાર્કિંગ માટે નિયત જગ્યાઓ નક્કી કરાશે ત્યાંજ વાહન પાર્ક કરી શકાશે અન્ય જગ્યાએથી વાહન ટોઇંગ થઇ શકશે જેવા મુદ્દા ચર્ચાઈ રહ્યા હતા દરમિયાન વિરોધ પક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હોવા છતાં સત્તાધારી પક્ષે બહુમતી જોરે ઠરાવ પસાર કર્યો હતો જયારે વિરોધ પક્ષના સવાલોના જવાબ આપવાના બદલે બેબાકળા કોર્પોરેશનના પદાધિકારી અને અધિકારીઓએ અધૂરીવાતએ બોર્ડ આટોપી લીધું હતું અને મેયર ચાલુ બોર્ડએ ઉભા થઈને નીકળી ગયા હતા. દરમિયાન વિપક્ષએ સત્તાધીસો પર કરોડોના ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ લગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.