જામનગર મોર્નિંગ - ભાણવડ તા.12 : દેવભૂમિ દ્વારકાના એક સમયના નામચીન બુટલેગર અને હાલમાં દ્વારકાના પ્રોહીબીશનના ગુનામાં તથા ભાણવડના જુગારના ગુનામાં નાશતા ફરતા લાખા રામાભાઇ કોડિયાતરને ભાણવડ પોલીસએ ઝડપી પાડ્યો છે

ભાણવડ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ દેવાભાઇ જે.ઓડેદરા તથા ગીરીશભાઇ એ.ગોજીયા પો.હેડ.કોન્સ એમ.એચ.કરંગીયા તેમજ પો.હેડ કોન્સ મારખીભાઇ કંડોરીયા તથા પો.કોન્સ મનહરસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો રાણપર ગામે પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન સંયુક્તમા ખાનગીરાહે બાતમી હકીકત આધારે દ્રારકા પો.સ્ટે . સી પાટૅ ગુ.ર.નં -૦૭૬૧ / ૨૦૨૧ પ્રોહીબીશીન કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) , ૮૧,૯૮ ( ૨ ) તથા ભાણવડ પો.સ્ટે . બી પાટૅ ગુ.ર.નં ૧૦૧૫/૨૦૨૧ જુ.ધા કલમ ૧૨ મુજબના ગુન્હાના કામેના નાશતો ફરતો આરોપી લાખાભાઇ રામાભાઇ કોડીયાતર રહે.રાણપર તા.ભાણવડવાળાને રાણપર ગામે ધીંગેશ્વર મહાદેવ મંદીર તરફ જતા કાચા રસ્તેથી કેફી પ્રવાહી પીધેલ હાલતમા મો.સા સાથે પકડી પાડી ભાણવડ પો.સ્ટે બી પાર્ટ ગુ.ર | ૧૨૧૦/૨૦૨૧ એમ.વી.એક્ટ કલમ ૧૮૫ મુજબનો ગુન્હો દાખલ કરી મો.સા.ની કી . રૂ -૧૦૦૦૦ / - ગણી આરોપીને ગુન્હાના કામે અટક કરી દ્રારકા પોલીસ સ્ટેશનને આરોપી સોપવા તજવીજ હાથ ધરેલ છે.