જામનગર મોર્નિંગ - જામનગર તા.10 : જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી દીપન ભદ્રન નાઓની સુચના તથા એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા . આ દરમ્યાન સ્ટાફના વનરાજભાઇ મકવાણા તથા ધાનાભાઇ મોરીને મળેલ બાતમી હકિકત આધારે જામનગર તાલુકાના જાંબુડા ગામ પાસેથી આરોપી મનસુરભાઇ રજાકભાઇ હારૂનભાઇ કકલ રહે . સંચાણાગામ તા.જી.જામનગર વાળાના કબ્જા માંથી ચોરીમાં ગયેલ હીરો કંપનીનુ સપ્લેન્ડર પ્રો મો.સા. જી.જે .૧૨ બીકયુ ૨૬૭૨ નુ કિ.રૂ. ૨૦,૦૦૦ / - નુ એ.એસ.આઇ. માંડણભાઇ વસરાએ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી પંચચકોર્ષી એ પો.સ્ટે . ને સોપી આપી આગળની તપાસ થવા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરેલ છે . આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા , પો.સ.ઇ. શ્રી બી.એમ.દેવમુરારી , શ્રી કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.