• અગાઉ પણ દર ત્રણ મહિને વીજ કંપનીઓ ભાવ વધારો કરી શકતી હતી પણ જો 10 પૈસાથી વધારે ભાવ વધારો કરવો હોય તો પંચની પૂર્વ મંજૂરી મેળવવી હતી જયારે નવા નિયમમાં પૂર્વ મંજૂરીની આવશ્યકતા નથી મોકળા મને ભાવ વધારો કરવાની છૂટ મળી છે.


જામનગર મોર્નિંગ - નવી દિલ્હી તા. ૧૩ઃ વીજ કંપનીઓને યુનિટે ૧૦ પૈસાથી વધુ વીજદરો વધારવાની કેન્દ્ર સરકારએ છૂટ આપી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયના દેશવ્યાપી પડઘા પડી રહ્યા છે. વીજ વિતરણ કંપનીઓને વીજ પુરવઠો આપવા દર ત્રણ મહીને કરવો પડતો સંપૂર્ણ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવાની કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે રાજ્ય સરકારોને છૂટ આપી છે. જેથી ફ્યુલ પ્રાઈઝ-પાવર પરચેઝમાં વધેલી કિંમત વસૂલાશે. પડતર કિંમતમાં થયેલા વધારાને ત્રિમાસિક ગાળામાં વસૂલી લેવાની છૂટ આપવામાં આવી છે. ખાનગી કંપનીઓના વીજ ગ્રાહકોને પણ આ જોગવાઈ લાગુ પડશે.


અત્યારે પાવર પરચેઝ કોસ્ટમાં દર ૩ મહિને સુધારો થાય છે.


કંપનીએ ૧૦ પૈસાથી વધુના વધારા માટે પંચની મંજુરી લેવી પડતી હતી. હવે કેન્દ્રના નવા પરિપત્ર મુજબ કંપનીઓએ આગોતરા મંજુરીની આવશ્યકતા નહીં રહે. જર્કમાં એન્યુઅલ રેવન્યુ રિક્વાયરમેન્ટની દરખાસ્ત વીજ કંપનીઓએ મૂકવી પડશે. જર્ક તેનો અભ્યાસ કરીને વધારો કે ઘટાડો કરશે. અગાઉ કંપનીઓ દ્વારા અગાઉ દર ૩ મહિને યુનિટે માત્ર ૧૦ પૈસા જ વસૂલી શકાતા હતાં. નવી વ્યવસ્થાના કારણે વીજ ક્ષેત્ર પર રાજ્ય સરકારનું જ સંપૂર્ણ વર્ચસ્વ આવશે.


વર્ષ ર૦૦૩ પહેલા પણ રાજ્ય સરકારના અંકુશ હેઠળ જ સંપૂર્ણ સેક્ટર હતું. ર૦૦ર ની સાલમાં ગુજરાત ઈલેક્ટ્રિસિટી બોર્ડની કુલ નુક્સાની ૩ર૦૦ કરોડની હતી. અત્યારે ગુજરાત વીજ વિતરણ કંપનીઓ એક વર્ષમાં ર૦૦ કરોડનો નફો ગટકી રહી છે.


એક સમયે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓનો ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન લોકો અંદાજે ૩૮ ટકાનો હતો. છેલ્લા વીસ વર્ષ ઘટાડીને ર૧.પ ટકા સુધી લાવી દેવામાં સરકાર સફળ થઈ છે. ગુજરાતના વીજ જોડાણ ધરાવતા ૧.૩૦ કરોડ ગ્રાહકો પર મોટી રકમના વીજબીલ વધારાનો બોજ આવી જશે.


આથી ગુજરાતના કન્ઝ્યુમર ફોરમ આ નવી જોગવાઈનો વિરોધ કરશે. કોલસાના પુરવઠાની ખેચને કારણે સ્થિતિને સંભળાવામાં ભારતનું વીજ સેક્ટર મોટી કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ કટોકટીને હેન્ડલ કરવામાં રાજ્યના વીજ નિયમન પંચો અપેક્ષિત સફળતા મેળવી શક્યા નથી. તેથી મિનિસ્ટ્રી ઓફ પાવરે જુની સિસ્ટમને અનુસરવાની ફરજ પડી છે, પરંતુ તેનો બોજ ગ્રાહકો પર ઝીંકવાની હિલચાલનો વિરોધ થઈ રહ્યો છે.