• તપાસ દરમિયાન વધુ 47 પેકેટ્સ મળી આવ્યા જે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.10 : સંવેદનશીલ દરિયાઇ વિસ્તાર ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થ અને ડ્રગ્સની ઘુસણખોરી અને હેરાફેરી અટકાવવા સારૂ સતત પ્રયત્નશીલ રેજા શ્રી સંદિપ સિંહ સાહેબ , નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી , રાજકોટ વિભાગ તથા શ્રી સુનીલ જોશી સાહેબ , પોલીસ અધિક્ષકશ્રી , દેવભૂમિ દ્વારકાની સુચના તથા માર્ગદર્શન મુજબદેવભૂમિ દ્વારકા જિલ્લામાંનાર્કોટીક ડ્રગ્સને લગત ગુન્હા શોધી , ગુન્હો આચરનારઆરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાઅંગે ઇન્ચાર્જ ડ ā પી.આઇ. જે.એમ.ચાવડા સાહેબનાઓના માર્ગદર્શન મુજબપોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી પી.સી.સીંગરખીયા તથા એ . એસ . આઇ . મહમદ યુસુફભાઇબતોયનાઓને સંયુક્ત વિશ્વાસું બાતમીદાર મારફતે માખીક રીતે બાતમી મળતા DPS એકટ હેઠળ જરૂરી કાર્યવાહી કરી , નીચે મુજબનો ગુન્હો શોધી કાઢેલ છે . સદરહુ ગુન્હા 50 ઉપોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી પી સી સીંગરખીયાતથા એ એસ આઇ , મહમદભાઇ યુસુફભાઇ નાઓને સંયુકામાં તેમના વિશ્વાસ બાતમીદાર મારફતે મૌખીક રીતે બાતમી હક્તિ મળેલ છે કે , શહઝાદ પીસી રહે . થાણે મુંબઇ વાળો ગઇ તા .૦૭ / ૧૧ / ૨૦૨૧ ના રોજ જામ ખંભાળીયા આવેલ હતો અને આરતી ગેસ્ટહાઉસમાં રોકાયેલ હતો અને તે માણસ નશીલા પદાર્થ ડ્રગ્સની હેરફેર કરવા માટે આવેલ હતો અને તા .૦૯ / ૧૧ / ૨૦૨૧ ના રોજ આરતી હોટલથી ચેકઆઉટ કરી નશીલા પદાર્થ ડ્રગ્સ સાથે પરત થાણે મુબઇ જવાનો છે . આમ , આ બાતમીના આધારે નિયમાનુસાર કાર્યવાહી કરતા જુદી જુદી ટીમો બનાવી આરાધના ધામના પ્રથમ ગેટની સામેના રોડની બાજુએ એક ઇસમ નામે સજ્જાદ સ.ઓફ , સિકંદર બાબુ ઘોસી , ઉ.વ. ૪૪ , ધંધો- શાકભાજીનો વેપારી , રહે . નિલમ ચાલ , રાજા મસ્જિદ પાસે , દેવરીપાડ , કૌશા , મુંબરા , થાણે , રાજ્ય મહારાષ્ટ્ર વાળો બાતમી અનુસારની વિગતો ધરાવતો મળી આવતા કાયદાનુસાર નિયમો મુજબ તેની ઝડતી તપાસ કરતા તેના કબ્જાના બેગમાંથી કુલ- ૧૭.૬૫૧ કિ.ગ્રા . હેરોઇન તથા મેથાએમફેટામાઇન કુલ કિંમત રૂ .૮૮,૨૫,૫૦,૦૦૦ / -નો ડ્રગ્સનો જથ્થો તથા એક મોબાઇલ ફોન ક્રિમત રૂ .૧૦૦૦ ગણી કુલ કિંમત રૂ .૮૮,૨૫,૫૧,૦૦૦ / - નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી ઈસમને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ . સદરહુ આરોપીનંબર ( ૧ ) સજ્જાદ સ.ઓફ સિકંદર બાબુ ઘોસીની પૂછપરછ કરતા કબ્જે કરેલ ડ્રગ્સ સલાયાના રહેવાસી સલીમ યાકુબ કારા તથા તેના ભાઈ અલીભાઇ યાકુબભાઇ કારાપાસેથી લાવેલ હોવાનું જણાવતા હોય આરોપીનંબર ( ૧ ) સજ્જાદ સ.ઓફ સિકંદર બાબુ ઘોસી , આરોપી નંબર ( ર ) સલીમ યાકુબ કારા તથા આરોપી નંબર ( 3 ) અલીભાઇ યાકુબભાઇ કારાનાએ ગેરકાયદેસર રીતે પોતાના અંગત ફાયદા માટે તથા વેચાણ અર્થે માદક પદાર્થ હેરોઇન તથા મેથાએમફેટામાઇન ડ્રગ્સની ભારતમાં આયાત કરી , પોતાના કબજામાં રાખી તથા આરોપી નંબર ( ર ) તથા ( ૩ ) વાળાએ સદરહુ પદાર્થ હેરોઇન તથા મેથાએમફેટામાઇન ડ્રગ્સ આરોપી નંબર ( ૧ ) ને હેરાફેરી કરવા માટે આપી આરોપીઓએ એકબીજાને માદક પદાર્થ હેરોઇન તથા મેથાએમફેટામાઇન હેરાફેરી , ખરીદ - વેચાણ કરવામાં મદદગારી કરી કુલ- ૧૭૬૫૧ કિ.ગ્રા , હીરોઇન તથા મેથાએમફેટામાઇન કિ.ગ્ર . ૮૮,૨૫,૫૦,૦૦૦ / - તથા મોબાઈલ ફોન નંગ ૦૧ જેની કિં.રૂ .૧૦૦૦ / -તથા પ્લાસ્ટીકની નાના મોટો પડીકા નંગ -૧૯ કિ.રૂ. 00/00 તથા માદક પદાર્થના વેચાણ તથા હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ લગેજ બેગ તથા સ્કુલ બેગ ફૂલ નંગ - ૦૩ કિ.રૂ .૦૦ / ૦૦ ગણી કુલ રૂપિયા ૮૮,૨૫,૫૧,૦૦૦ /-ના મુદામાલ સાથે ત્રણેય મજકુર ઈસમો વિરુધ્ધ એન.ડી.પી.એસ. કલમ ૮ ( સી ) ૨૦ ( બી ) , ૨૩ ( સી ) , ૨૫ ( એ ) , ૨૯ મુજબ ગુન્હો કરેલ હોય વાડીનાર મરીન પોસ્ટે , ખાતે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ . તપાસ દરમ્યાન ઉપરોક્તઆરોપીનંબર ( ૧ ) સજ્જાદ સ.ઓફ સિકંદર બાબુ ઘોસીની પૂછપરછ કરતા કબ્જે કરેલ ડ્રગ્સ સલાયાના રહેવાસી સલીમ યાકુબ કારા તથા તેના ભાઈ અલીભાઇ યાકુબભાઇ કારા પાસેથી લાવેલ હોવાની વિગત જણાવેલ જેથી આરોપી સલીમ યાકુબ કારા તથા અલી યાકુબ કારા બંને રહે સલાયાના ઘરે ઝડતી તપાસ કરતા આરોપી સલીમ ચાકુબ કારાના ધરેથી લાગતા વળગતા કબ્જે કરેલ પેકેટ જેવા બીજા ૪૭ પેકેટ્સમાદક પદાર્થ મળી આવેલ જેથી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે . આરોપીઓ ( ૧ ) સજ્જાદ સ.ઓફ સિકંદર બાબુ ઘોસી , જાતે મુસ્લીમ ઉં.વ .૪૪ ધંધો શાકભાજીનો વેપાર રહે .૦૭ , નિલમ ચાલ , રાજા મસ્જીદ પાસે , દેવરી પાડા , કૌશા , મુંબરા , થાણે રાજ્ય મહારાષ્ટ્ર ( ર ) સલીમ યાકુબ કારા , રહે સલાયા , તા . ખંભાલીયા , જિલ્લો દેવભૂમિ દ્વારકા ( ૩ ) અલીભાઇ યાકુબભાઇ કારા , રહે સલાયા , તા . ખંભાલીયા , જિલ્લો દેવભૂમિ દ્વારકા