જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા. ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને 50 હજાર રૂપિયા સહાય ચૂકવવા માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે જેમાં કોરોનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ઓનલાઇન પોર્ટલ પર અથવા ઓફલાઈન અરજી કરી શકે છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આરોગ્ય વિભાગ અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા મૃતક લોકોની યાદી કરીને વહેલી તકે સહાય મળે તે માટેનો પ્રયાસો હાથ ધર્યા છે.

જેમાં તા.10/12/2021 સુધીમાં સહાય માટે 393 અરજીઓ આવી છે 231 મંજુર થઇ છે અને 138 લોકોને સહાય ચૂકવાઈ ગઈ છે. આ પ્રક્રિયા હજુ ચાલુ જ છે