આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી સ્પેસના ક્ષેત્રમાં કરશે પ્રવેશ

જામનગર મોર્નિંગ - જામનગર 

માહિતી ટેક્નોલોજી ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ઉકેલો અને સેવાઓ પુરી પડતી કંપની ડિસાઇફર લેબ્સ લિમિટેડ, (બીએસઈ કોડ :૫૨૪૭૫૨) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બોમ્બે સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે કે તે વિસ્તરણ લક્ષ્યો તરફ પુરા જોશ સાથે આગળ વધી રહ્યું છે. તેઓએ ફાર્મા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રોમાં વ્યવસાયોના સંપાદનના વિકલ્પો સહિત કંપનીના વ્યવસાયના વિસ્તરણ માટેની વિવિધ દરખાસ્તો પર વિચારણા કરી રહ્યા છે.  

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં તેની હાજરીને વધુ વિસ્તૃત કરવાના હેતુથી, કંપની તેની પેટાકંપની દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી સ્પેસમાં (જે હાલમાં મેટાવર્સ સ્પેસ તરીકે ચર્ચામાં છે) પ્રવેશ કરવા માંગે છે. કંપનીએ વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી અને ડિજિટલ સ્પેસના ઉપભોક્તાઓ ના વીડિયો સહિત ટેક્નોલોજીના બહુવિધ તત્વોના સંયોજનના વિકાસ અને માર્કેટિંગ માટે યુએસ સ્થિત કંપની સાથે વાતચીત શરૂ કરી છે. આ પ્રક્રિયા વિકાસના પ્રારંભિક તબક્કામાં છે અને કંપની આ સંયોજનની શરતો અને ચોક્કસ માહિતી વિષે જાણ કરશે, જ્યારે આ સંયોજન તેના સંભવિતતા અને સદ્ધરતા અહેવાલો ના આધાર પર નક્કી થશે.

વિષયવસ્તુ નિર્માણ, એન્જિનિયરિંગ વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નૉલૉજીને અપનાવવા અને વિશિષ્ટ કન્ટેન્ટ બનાવવા માટે વર્ચ્યુઅલ ઍપ્લિકેશનના વિકાસને કારણે ભારતનું ઓગમેન્ટેડ રિયાલિટી (સંવર્ધિત વાસ્તવિકતા) અને વર્ચ્યુઅલ રિયાલિટી (કલ્પિત વાસ્તવિકતા) ના માર્કેટમાં મજબૂત વૃદ્ધિ જોવા મળે તેવી અપેક્ષા છે.

*શેરનો ભાવ જે ૨૨ નવેમ્બર ૨૦૨૧ના રોજ રૂ. ૩૪ હતો તેણે ૩૦ દિવસથી ઓછા સમયમાં ૧૩૧ ટકાથી વધુનું જબરદસ્ત વળતર આપ્યું છે* શેરની કિંમત આજે રૂ. ૮૩ છે.

તાજેતરના એક સર્વેક્ષણ અનુસાર, વર્ચ્યુઅલ રિયાલિટી માર્કેટ ૧૦૪.૨૪% ના યૌગિક વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી વધી રહ્યું છે. તેમજ ભારત સરકાર ના પ્રોત્સાહન દ્વારા ઘણા વિકાસ કાર્યક્રમો શરૂ કર્યા છે, જે વર્ચ્યુઅલ રિયાલિટી માર્કેટને સમર્થન આપી રહ્યા છે.

વિશ્લેષકોના મત અનુસાર, આ સકારાત્મક વિકાસ સાથે ડિસાઇફરમાં ઉચ્ચ વૃદ્ધિની સંભાવના જોવા મળે છે. કંપનીના ગ્રાહકોમાં મર્ક, આઇબીએમ, એસએપી, ઝાઈસ વગેરે જેવી અગ્રણી બ્લુ ચિપ કંપનીઓનો સમાવેશ થાય છે.

કંપનીએ તાજેતરના જાહેર કરેલા બીજા ત્રિમાસિક પરિણામો પણ ઉત્કૃષ્ટ હતા જેમાં એની આવક વધીને રૂ. ૧૪.૯૩ કરોડ થઈ હતી અને ચોખ્ખી આવકમાં ૩૮૨ ટકાનો વધારો થયો હતો.