જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.07 :  દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ -૧૭૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે જેમાં ૧૫૬ ગ્રામપંચાયતોમાં સામાન્ય ચૂંટણી તેમજ ૧૮ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે , જે માટે કુલ -૪૦ ચૂંટણી અધિકારીશ્રીઓની નિયુક્તિ કરવામાં આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા -૨,૯૯,૩૯૩ છે જેમાં ૧,૫૪,૮૬૩ - પૂરૂષ મતદારો અને ૧,૪૪,૫૨૫ - સ્ત્રી મતદારો તેમજ ૫ અન્ય મતદારોનો સમાવેશ થાય છે . દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરપંચ પદની ઉમેદવારી માટે કુલ -૬૨૯ ઉમેદવારીપત્રો ભરવામાં આવેલ જેમાં કુલ -૧ ઉમેદવારીપત્ર અમાન્ય થયેલ છે તેમજ સભ્ય પદની ઉમેદવારી માટે કુલ -૨૬૨૮ ઉમેદવારીપત્રો ભરવામાં આવેલ જેમાંથી કુલ -૯ ઉમેદવારીપત્ર અમાન્ય થયેલ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ -૨૬ જેટલી ગ્રામ પંચાયતો “ સમરસ ” થયેલ છે.

ખંભાળીયા તાલુકામાં - દાત્રાણા , પરોડીયા , ભારાબેરાઝા , માંઝા , બજાણા , કંડોરણા . - ૦૬ 

ભાણવડ તાલુકામાં - ઝારેરા , હાથલા , મોરઝર , મોટા - કાલાવડ , વીજયપુર , ઘુમલી , મેવાસા , ગુંદલા -૦૮

કલ્યાણપુર તાલુકામાં –ગાંગડી , ગોજીનેશ , રણજીતપુર , જોધપુર , વીરપૂર - લુસારી -૦૫

દ્વારકા તાલુકામાં - ચરકલા , કોરાડા , મેરીપુર , નવી ધેવાડ , કલ્યાણપુર , મેવાસા , વાંચ્છુ -૦૭

જીલ્લાની કુલ -૧૩૦ ગ્રામ પંચાયતો માટે હરીફાઇમાં રહેલ સરપંચ ઉમેદવારો -૩૪૧ કુલ -૧૩૦ ગ્રામ પંચાયતો માટે હરીફાઇમાં રહેલ સભ્ય ઉમેદવારો -૨૦૧૩